ન્યૂઝ ચેનલોમાં 3 મહિના સુધી રેટીંગ પર લાગ્યો પ્રતિબંધ, રેટીંગ એજન્સી નહીં કરે આંકડાઓ જાહેર
ખોટા અને નકલી રેટીંગ વિવાદની વચ્ચે રેટીંગ એજન્સી BARC (Broadcast Audience Research Council)એ મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત આગામી ત્રણ મહિના સુધી ટીવી ચેનલ્સનું સાપ્તાહિક રેટીંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. છેલ્લા થોડા દિવસોમાં ખોટી ટીઆરપી રેટીંગને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. જે બાદ રેટીંગ એજન્સીઓ પોતાની સિસ્ટમમાં સુધારો કરવા અને તપાસ કરવા માટે થઈને 3 મહિના સુધી સાપ્તાહિક રેટીંગ પર રોક લગાવી દીધી છે. રેટીંગનો આ પ્રતિબંધ અંગ્રેજી, હિન્દી, સ્થાનિક ભાષાઓ અને બિઝનેસ ન્યૂઝ ચેનલો પર લાગૂ પડશે.
BARC (Broadcast Audience Research Council)એ ગુરૂવારે એક નિવેદનમાં કહ્યુ હતું કે, BARC પોતાની સિસ્ટમમાં તપાસ કરી રહી છે. જેના માટે ન્યૂઝની કેટેગરીની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. તેથી એજન્સીએ તમામ ન્યૂઝ ચેનલોની સાપ્તાહિક રેટીંગ પબ્લિસીંગ પર રોક લગાવી દીધી છે. આ પ્રક્રિયામાં 8થી 12 અઠવાડીયા લાગી શકે છે. સિસ્ટમની ટેસ્ટિંકને BARCની ટેક કોમ જોઈ રહી છે. એજન્સી ખબરોને રાજ્ય અને ભાષાના માપદંડો પર દર્શકોનો સાપ્તાહિત આંકડા જાહેર કરતી રહેશે.
રેટીંગ એજન્સીએ પોતાના નિવેદનમાં કહ્યુ છે કે, તેને આ પગલુ મોટી કેટેગરીના ડેટાનું રિપોર્ટીંગ અને રેટિંગ માપવાની પોતાની હાલની સિસ્ટમની સમીક્ષા કરવા માટે આવો નિર્ણય લીધો છે. જેથી તેના ડેટા વધારે મજબૂત અને સુરક્ષિત કરી શકાય. તથા તેની સાથે છેડછાડ કરવાની સંભવિત કોશિશ પર રોક લગાવી શકાય.
આપને જણાવી દઈએ કે, ખોટી ટીઆરપી મામલે રિપબ્લિક ટીવી સહિત ત્રણ ચેનલોએ રેટીંગ સાથે છેડછાડ કરવા અને રેવન્યુ જનરેટ કરવા મામલે બરાબરી ફસાઈ છે આ ચેનલો. રિપબ્લિક ઉપરાંત તેમાં એક મરાઠી ચેનલ અને એક બોક્સ ઓફિસ સિનેમાનું નામ પણ સામે આવ્યુ છે. બે ટીવી ચેનલના માલિકોની તો ધરપકડ પણ કરવામાં આવી છે. તથા રિપબ્લિકના માલિક અને પ્રમોટરો વિરુદ્ધ હાલ તપાસ ચાલી રહી છે.