સાબરકાંઠા એસઓજીએ ત્રણ શખ્સોને દેશી તમંચા સાથે ઝડપ્યા, ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું
સાબરકાંઠા જિલ્લાના ખેરોજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કોટડાગઢી ચેકપોસ્ટ પરથી સાબરકાંઠા SOGએ ત્રણ શકમંદોને દેશી બનાવટના તમંચા તથા બે કારતુસ સાથે ઝડપી લીધા હતા. ત્યારબાદ ત્રણેય વિરૂદ્ધ ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ હતી.
આ અંગે SOGના PI એ.જી.રાઠોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, SOG સ્ટાફ ખેરોજ પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગમાં હતો. ત્યારે એવી બાતમી મળી હતી કે કોટડાગઢી ચેકપોસ્ટ પર થઈને ત્રણ શખ્સો પાસ પરમીટ વિનાના દેશી બનાવટના ત્રણ તમંચા લઈને ફરે છે. જે આધારે પોલીસે કોટડાગઢી ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ શરૂ કરીને શકને આધારે કોટડાછાવણી તાલુકાના ખજુરીયા થેપ ગામના પંકજ લક્ષ્મીલાલ બુબડીયા, કોલીયાના મણીલાલ રવજી ખેર અને ખજુરીયા ટાવરની બાજુમાં રહેતા રણારામ ભુરીયાજીને બાઈક સાથે ઝડપી લીધા હતા. ત્યારબાદ તેમની અંગ ઝડપી લેવાતા તેમની પાસેથી ત્રણ તમંચા અને બે કારતુસ મળી આવ્યા હતા. ત્યારબાદ એસઓજીએ ત્રણેયની અટકાયત કરી પુછપરછ કર્યા બાદ આર્મ્સ એકટના ભંગ બદલ ત્રણેય વિરૂધ્ધ ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ હતી.