![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/ડીસામાં-પહેલીવાર-ગરમીનો-પારોhed.jpg)
ડીસામાં પહેલીવાર ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો આમ પ્રજા પરસેવે રેબઝેબ : હજી ગરમી વધવાની આગાહી
ડીસા પંથકમાં ઉનાળુ સિઝનમાં પહેલીવાર ગરમીનો પારો 41 ડિગ્રીને પાર જતાં આકરી ગરમી અનુભવાઇ હતી. હવામાન વિભાગના મતે આગામી પાંચેક દિવસ સુધી ગરમી વધશે.તેથી આ વર્ષે આકરો ઉનાળો ડીસાવાસીઓએ વેઠવો પડશે તેવું હાલથી જણાઈ રહ્યું છે.
ઉત્તર ગુજરાતના ડીસામાં મંગળવારે એકા એક ગરમીનો પારો વધી જવા પામ્યો હતો જેમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચતાં બપોરના સમયે દેહ દઝાડતી ગરમીનો અનુભવ થયો હતો. અત્યાર સુધી ડીસામાં સિઝનમાં પહેલીવાર તાપમાનનો પારો 41 ડિગ્રી પાર પહોંચતાં ગરમી સહન કરવી પણ અસહ્ય બની હતી જોકે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં હજુ આકરી ગરમી પડશે તેવી આગાહી પણ વ્યક્ત કરવામા આવી છે.