![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/parso.png)
કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ પોતાના મતનો કર્યો ઉપયોગ
કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ અમરેલીમાં ઇશ્વરિયાની પ્રાથમિક શાળામાં મતદાન કર્યુ છે. તેઓ પરિવારજનો અને સમર્થકો સાથે વાજતે ગાજતે બૂથ પર પહોંચ્યા હતા. જણાવી દઈએ કે, મતદાન કરતા પહેલા રૂપાલાએ મંદિરમાં દર્શન કર્યા હતા. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં નિશાન હાયર સેકન્ડરી સ્કૂલ પહોંચી ગયા છે. તેઓ અહીં PM મોદીનું સ્વાગત કરશે. PM અહીં મતદાન કરશે.