પાટણ જિલ્લા ચૂંટણી અધિકારી એ અવશ્ય મતદાન કરવા નાગરિકો ને અપીલ કરી

પાટણ
પાટણ

મતદાન દિવસના પૂર્વે પત્રકારોને ચૂંટણીલક્ષી તૈયારીઓથી જિલ્લા ચૂંટણી અધિકારીએ વાકેફ કર્યા: પાટણ જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયન ને આવતીકાલ તારીખ 7 મે ના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં જિલ્લાના નગરજનોને અવશ્ય મતદાન કરવાની અપીલ કરી પાટણ જિલ્લા લોકસભા મતવિસ્તારમાં મતદાનનાં દિવસ માટે શુ તૈયારીઓ કરવામાં આવી છે તે બાબતે પ્રેસ કોન્ફરન્સ દ્વારા પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોને માહિતગાર કર્યા હતા.

આ પત્રકાર પરરિષદમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જિલ્લાના પત્રકારોને ચૂંટણીલક્ષી કામગીરીથી વાકેફ કરતાં જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે સુનિશ્ચિત કરતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. મતદાનના દિવસે કોઈ પણ મતદારને મુશ્કેલી ન પડે તે માટે પણ પુરતી વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. પત્રકારોને મતદાન માટે ઓળખના પુરાવાઓની વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતુ કે મતદાનનો સમય સવારે 07.00 થી સાંજે 6.00 વાગ્યા સુધીને રહેશે. તેમજ જો મતદાર પાસે ચૂંટણીકાર્ડની ન હોય તો તેઓ ઓનલાઈન ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કઢાવીને પણ મતદાન કરી શકે છે. આ સિવાયના 12 પુરાવાઓ પણ મતદાન કરવા માટે માન્ય રહેશે. વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે મતદાનના દિવસે સવેતન રજા પણ આપવામાં આવશે. જો આ બાબતે કોઈ પણ જાતની મુશ્કેલી હોય તો મતદાર હેલ્પલાઈન નં.1950 પર ફોન કરીને ફરીયાદ કરી શકે છે. મતદાન મથક પરની તમામ સુવિધાઓથી તેમજ હાલમાં હીટવેવ વચ્ચે મતદારો માટે મતદાન મથક પર કરવામાં આવેલી વિશેષ સુવિધાઓથી પત્રકારોને અવગત કર્યા હતા.

તો વિવિધ રેસ્ટોરન્ટ, દવાની દુકાનો વગેરે જગ્યાઓ પર જઈને મતદાર જો મતદાન કર્યાની બ્લુ ઈંકનું નિશાન બતાવશે તો તેઓ માટે ડિસ્કાઉન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.