ડીસામાં કુમારપાળ સોસાયટી નજીક ગટર ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય

બનાસકાંઠા
બનાસકાંઠા

સ્થાનિક રહીશોમાં પાલિકા સામે ઉગ્ર રોષ: ડીસા નગર પાલિકા વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે પરંતુ અનેક વિસ્તારોમાં તુટેલા રોડ રસ્તાઓ ને ઉભરાતી ગટરોની ચેમ્બરો નજરે પડી રહી છે. ભુગર્ભ ગટરનું સંચાલન કરતાં પાલિકાના સત્તાધીશોને શહેરના રોડ રસ્તાઓ પર ઉભરાતી ગટરો નજરે પડતી નથી.ત્યારે પાલિકાના ઉપપ્રમુખના વિસ્તાર એવા વોર્ડ નં. 2 ની કુમારપાળ સોસાયટી આગળ ભુગર્ભ ગટરની ચેમ્બર છેલ્લા કેટલાક સમયથી ઉભરાઈ રહી છે પણ પાલિકા દ્વારા વોકયુમ વડે પાણી ખેંચાઈને વારંવાર સંતોષ માની લેવામાં આવે છે અને બાદમાં પરીસ્થીતી જૈસે થે વૈસે હાલતમાં નજરે પડે છે એક તરફ લોકસભાની ચૂંટણીમાં વિકાસને આગળ કરીને શહેરના વિસ્તારોમાં જાહેર સભાઓ યોજી ભાજપ શાસિત પાલિકા દ્વારા મતદારો પાસેથી વોટ માંગવામાં આવી રહ્યા છે.

ત્યારે ઉભરાતી ગટરની ચેમ્બરો વિકાસની પોલ ખોલી રહી છે શહેરમાં અનેક સ્થળોએ ભુગર્ભ ગટરની ચેમ્બરો તુટેલી હાલતમાં નજરે પડી રહી છે ખુદ ઉપપ્રમુખના વિસ્તારમાં ભુગર્ભ ગટરો ઉભરાતી હોય અને કોઈ વ્યવસ્થા ઉભી થતી ના હોય તો અન્ય વિસ્તારોમાં શું હાલત થતી હશે ? તેનો અંદાજ લગાવી શકાય તેમ છે.તેવો રહીશોએ રોષ ઠાલવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.