કાળઝાળ ગરમી મા મતદારો ના આરોગ્ય બાબતે રખાઈ રહી છે સાવધાની ધાનેરા તાલુકા ના 180 બુથો પર આરોગ્ય ની ટીમ રહેશે સેવામાં
લોકસભાની ચૂંટણીને લઈ મતદાન આગામી મંગળવાર નાં રોજ યોજાવા જઈ રહ્યું છે.જો કે આ વખતે ગરમી ના દિવસો મા મતદાન હોવાના કારણે મતદાન ના આરોગ્ય ને કોઈ નુકસાન નાં થાય તેની અગમચેતી ના ભાગ રૂપે ધાનેરા આરોગ્ય અધિકારી એ આયોજન કર્યું છે. કાળઝાળ ગરમીના દિવસો મા ગરમી નો પારો વધી રહ્યો છે. તો બીજી તરફ મતદાન મથકો પર મતદાન માટે આવતા મતદારો ને ભયંકર આગ વરસાવતી ગરમી મા લુહ્ લાગવી કે પછી સન સ્ટ્રોક ના આવે તેને લઈ આરોગ્ય વિભાગ સજ્જાક બની ગયું છે.
ધાનેરા આરોગ્ય અધિકારી લક્ષિકાંત સોમાણી દ્વાર ધાનેરા ના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી મતદાન ના દિવસે મતદારો ને આરોગ્ય લક્ષી તકલીફ ના પડે તે માટે સમજણ આપવામાં આવી રહી છે.ધાનેરા તાલુકા ના 180 બુથો પર આરોગ્ય ની ટીમો સેવા આપશે જેમાં ખાસ કરી ને ગરમી થી બચવા માટે પ્રાથમિક સેવા ની પણ તાલીમ આપવામાં આવી રહી છે.ધાનેરા આરોગ્ય વિભાગ વતી આરોગ્ય અધિકારી આ ગરમી ના દિવસો મા મતદાન મથક પર વૃદ્ધો માટે અને સગર્ભા મહિલાઓ માટે મતદાન માટે અલગ વ્યવસ્થા થાય તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે.અને ખાસ લુહનાં લાગે તેના માટે સાદા કપડાં પહેરવા..વારંવાર પાણી પીવાનું રાખવુ અને છાયડામાં માં ઉભા રહેવું કે બેસવું જેના થી સન સ્ટોક થી બચી શકાય.