![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/ઊંઝા-તાલુકા-ભાજપ-ઉપપ્રમુખનું-hed.jpg)
ઊંઝા તાલુકા ભાજપ ઉપપ્રમુખ નું હાર્ટ એટેક આવતાં નિધન
ઊંઝા તાલુકાના કહોડા ગામે મહેસાણા લોકસભા ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલની સભા પૂર્વે ઊંઝા તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ પટેલને હાર્ટ એટેક આવતાં તેઓનું મોત નિપજ્યું હતું. જેને લઇ ભાજપના હોદ્દેદારો, કાર્યકરો સહિત ગ્રામજનોમાં શોકની કાલિમા છવાઈ હતી. વિગતો અનુસાર ઊંઝા તાલુકાના કહોડા ગામે આવેલ શ્રી ગોગા મહારાજની વાડી ખાતે મહેસાણા લોકસભા ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલની સભા યોજનાર હતી તે પૂર્વે કહોડા ગામના વતની અને ઊંઝા તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ મફતલાલ પટેલ ઉ.વ ૫૭ ને હાર્ટ એટેક આવતાં તેઓ સભા સ્થળે નીચે ઢળી પડ્યા હતા.
જેથી ઊંઝા તાલુકા પૂર્વ ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ પટેલ સહિત અગ્રણીઓએ કહોડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધું સારવાર અર્થે ઉંઝા ખાનગી હોસ્પિટલ લઈ જતા માર્ગમાં જ મોત નિપજ્યું હતું. જેને લઈ ગામમાં શોકની કાલિમા છવાઇ ગઇ હતી.