ડીસામાં પોસ્ટલ બેલેટ ફેસીલીટેશન સેન્ટર પર મતદાન માટે કર્મચારીઓની કતાર

બનાસકાંઠા
બનાસકાંઠા

સમગ્ર ગુજરાતમાં આગામી 7મેના રોજ લોકસભાની ચૂંટણી યોજનાર છે. જેમાં ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં 28,768થી પણ વધુ સરકારી કર્મચારીઓ આ ચૂંટણી પ્રક્રિયામા ફરજ બજાવશે જે તમામ કર્મચારીઓ માટે આજે પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી.

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં મતદાનના દિવસે જે લોકો મતદાન પ્રક્રિયામાં રોકાયેલા હોવાથી મતદાન કરી શકે તેમ નથી. જે તમામ કર્મચારીઓ માટે ચૂંટણી પહેલા પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આજે બનાસકાંઠામા ચુંટણીમાં ફરજમાં રોકાયેલા તમામ કર્મચારીઓ પોસ્ટલ બેલેટ બેલેન્સ મતદાન કર્યું હતું. જેમાં મતદાન મથકનો સ્ટાફ, પોલીસ સ્ટાફ, પાલનપુર એસઆરપી મડાણા કેમ્પનો સ્ટાફ તેમજ જુદા જુદા અન્ય સ્ટાફ મળી 28 હજારથી વધુ પોસ્ટલ બેલેટ એકત્રિત કરવામાં આવ્યા હતા. જેના માટે આજે અલગ અલગ પોસ્ટલ બેલેટ ફેસીલીટેશન સેન્ટર પર મતદાન કરવા માટે સરકારી કર્મચારીઓની કતાર લાગી હતી.

ડીસામાં ડી એન પી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પણ પોસ્ટલ બેલેટ ફેસિલિટેશન સેન્ટર ઉપર મતદાન કરવા માટે હોમગાર્ડ અને પોલીસ કર્મચારીઓને લાંબી કતાર લાગી હતી. અને શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. આ અંગે હોમગાર્ડ કર્મચારી મનોજ ત્રીવેદીએ જણાવ્યું હતું કે, મતદાન કરવું એ આપણી સૌની ફરજ છે. અમે ચૂંટણી દરમિયાન ફરજમાં રોકાયેલ હોવાથી આજે મતદાન કરીએ છીએ અને લોકોને પણ અપીલ કરીએ છીએ કે દેશીહિત અને દેશના વિકાસ માટે તમામે મતદાન કરવું જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.