ચાણસ્મા જી.આઇ.ડી.સીના વેપારીઓ અને 18 સખી મંડળોની 149 બહેનોએ મતદાન કરવા માટે શપથ લીધા

પાટણ
પાટણ

આગામી તા.07 મેના રોજ મતદાન છે. ત્યારે પાટણ જિલ્લામાં ચૂંટણીલક્ષી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લાના તમામ લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જિલ્લામાં ચાલતી સ્વીપ પ્રવૃતિઓ અંતર્ગત પણ વિવિધ ગામે અલગ અલગ પ્રવૃતિઓ દ્વારા લોકોને વોટ આપવા માટે પ્રરિત કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમોમાં પાટણની જિલ્લા ઉદ્યોગ કચેરી પણ સહભાગી બની રહી છે.

પાટણમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ઉદ્યોગ કચેરી પાટણ દ્વારા ચાણસ્મા જી.આઇ.ડી.સીના એમ.એસ.એમ.ઈ વેપારીઓ, માલિકો અને તેમના સ્ટાફ દ્વારા મતદાન કરવામ માટે શપથ લેવામાં આવ્યા. તદઉપરાંત રોયલ કોસ્ટર સિધ્ધપુર ખાતે અને અન્ય મતદાન મથક વિસ્તારોમાં શપથ/સંકલ્પ લેવડાવી તા.07મેના રોજ અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો.

પાટણ જિલ્લાની સ્વસહાય જૂથોની બહેનો દ્વારા અવશ્ય મતદાન કરવા માટે શપથ લેવામાં આવ્યા હતા. જે અંતર્ગત સિદ્ધપુર તાલુકાની ઉમરૂ અને લાલપુર ગામ, પાટણનું આમ્બાપુરા ગામ, સરસ્વતીનું બેપાદર અને રેન્ચવી વગેરે ગામનો સમાવેશ થાય છે. આમ પાટણ જિલ્લાના 18 સખી મંડળો (સ્વસહાય જૂથો)ની 149 જેટલી મહિલાઓ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી અન્વયે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાટણ દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકવિધ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.