ધાનેરા સ્વીપ ટીમ દ્વારા મોડેલ સ્કૂલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

લોકસભા સામાન્ય ચુંટણીમાં કોઈ પણ નાગરિક મતદાનથી વંચિત ના રહી જાય તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ થકી જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત ધાનેરા તાલુકાની મોડેલ સ્કૂલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ધાનેરા સ્વીપ ટીમ દ્વારા મોડેલ સ્કૂલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ૩૫૦થી વધુ વર્ગ ૪ ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહી દરેક કર્મચારીઓને મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સમજ આપવામાં આવી હતી અને ૧૦૦% મતદાન કરવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. જે થકી દરેક કર્મચારી પોતાના પરિવાર અને પડોશીઓને પણ ૧૦૦% મતદાન કરાવે એ માટે સિગ્નેચર કેમ્પેઈન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.