![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/થરાદના-પઠામડા-ગામે-વિજ-hed.jpg)
થરાદના પઠામડા ગામે યુજીવીસીએલ દ્વારા વિજલાઇનની પર લાગેલા વેલડાઓ દૂર કરાયા
થરાદના પઠામડા ગામે વિજ ડીપી પર લીલા વેલાઓ ચડી જતાં સ્થાનિક લોકો પરેશાન હતા. જેનો એહવાલ મિડીયામાં પ્રકાશિત થતાં યુજીવીસીએલ દ્વારા તાત્કાલિક ધોરણે વિજલાઇન અને તેની આસપાસના વિસ્તારમાં વેલડાઓ કટીંગ કરવામાં આવ્યાં હતાં. જેને લઈને સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
થરાદ યુજીવીસીએલ દ્વારા ચોમાસુ આવે તે પહેલાં આગોતરું આયોજન કરીને ઝાડ કટીંગની કામગીરી કરતાં હોય છે. ચોમાસામાં વધારે વરસાદ અને વધારે પવનના કારણે ઘણા વીજથાંભલા જમીનદોસ્ત થઈ જતા હોય છે તેમજ ઘણા જીવતા વાયરો વૃક્ષોમાંથી પસાર થતા હોય અને છે. તેના કારણે શોર્ટસર્કિટ થતાં કલાકો સુધી વીજળી પ્રવાહ બંધ રહેતો હોય છે.
થરાદના પઠામડા ગામે બસ સ્ટેન્ડ અને શાળાની સામે આવેલી સરકારી બોરની વિજલાઇન પર ઝાડીઓ થતાં લોકો પરેશાન થઇ ગયા હતા. જેને લઈને લોકની રજૂઆત બાદ યુજીવીસીએલ તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક આજરોજ ઝાડ કટીંગની કામગીરી કરવામાં આવી હતી. જેને લઈને સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો