ડીસામાં વડાપ્રધાનની સભા અગાઉ જિલ્લાના કિસાન આગેવાનોની અટકાયત

બનાસકાંઠા
બનાસકાંઠા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ડીસા ખાતે ચૂંટણી સભા યોજાય તે પૂર્વે પોલીસે જિલ્લાના કિસાન આગેવાનોની અટકાયત કરી નજર કેદ કર્યા હતા.આ બાબતે જસાલીના ખેડૂત આગેવાન અમરાભાઈ આર. ચૌધરીએ જણાવ્યું હતું કે, ખેડૂતો વતી વડાપ્રધાનનું બનાસકાંઠાની ધરતી પર સ્વાગત છે.પણ સરકારે પોલીસને આગળ કરીને અમારી અટકાયત કરેલ છે ખરેખર અમે તો ખેડૂતો છીએ અને કદાચ અમારી માગણી હોય તો ફક્ત અને ફક્ત ખેડૂતોના હિત માટેની જ હોય છે. સરકારને પણ કહેવા માગીએ છીએ કે ખેડૂતોને એમએસપી પ્રમાણે પોષણક્ષમ ભાવ આપે, સુજલામ સુફલામ કેનાલમાં પૂરતું પાણી છોડે અને બનાસકાંઠાના દરેક ગામના તળાવ સુધી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડે. તેમ ઉમેરી અટકાયતનો વિરોધ નોંધાવ્યો હતો.જો કે વડાપ્રધાનની સભા પૂર્ણ થયા બાદ તમામ આગેવાનોને છોડી મુકવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.