![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/આજે-વડાપ્રધાન-મોદી-hed.jpg)
આજે વડાપ્રધાન મોદી ની જાહેર સભાં ડીસા થી ગુજરાત પ્રચારના શ્રી ગણેશ કરશે
લોકસભા ચૂંટણીમાં સાત મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજનાર છે.ત્યારે ગુજરાત રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ડીસા થી પ્રચાર કાર્યનો પ્રારંભ કરશે. વડાપ્રધાન ગુજરાતમાં કુલ છ સભાઓને સંબોધશે.
લોકસભાની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષોએ પ્રચાર કાર્ય આક્રમક રીતે શરૂ કરી દીધું છે. જેમાં ભાજપ ના પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. ત્યારે તેઓની પ્રથમ સભા ડીસા એરોડ્રામ મેદાન ખાતે યોજાનાર છે.જેને લઈને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ડીસા ખાતે બનાસકાંઠા અને પાટણ લોકસભા એમ બંને બેઠકની સંયુક્ત જાહેર સભા યોજાશે. વડાપ્રધાનની સભામાં મોટી સંખ્યામાં કાર્યકરોને ઉપસ્થિત રાખવા બંને જિલ્લાનું સંગઠન કામે લાગ્યું છે. ઉનાળાની સિઝન હોય સભામંડપ માં પણ ઠંડક વર્તાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે કાર્યકર્તાઓ માટે ડીસા શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગો પર ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાનની જાહેર સભા હોય ડીસા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પોલીસ નો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ગુજરાતમાં હાલમાં ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે તેમજ બનાસકાંઠા લોકસભા બેઠક સમગ્ર ગુજરાતમાં ભાજપ માટે ખૂબ કપરા ચઢાણ કરાવે તેવી હોવાથી વડાપ્રધાન મોદી ડીસામાં શું બોલશે તેના પર સૌની નજર મંડળાયેલી છે.