ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સોમવારે બે બાળકો સાથે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી

Sports
Sports

વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાનારા T20 વર્લ્ડ કપ 2024 માટે ન્યૂઝીલેન્ડની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સોમવારે બે બાળકો સાથે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. બોર્ડે આનો એક ફની વીડિયો ટ્વીટ કર્યો છે. બાળકોમાં છોકરીનું નામ માટિલ્ડા અને છોકરાનું નામ એંગસ છે.

આ પહેલા ODI વર્લ્ડ કપ 2023માં ન્યૂઝીલેન્ડની ટીમની જાહેરાત પણ અલગ રીતે કરવામાં આવી હતી. ત્યારે ખેલાડીઓના પરિવારજનોએ ટીમની જાહેરાત કરી હતી. બોર્ડે તે જ દિવસે ટુર્નામેન્ટ માટે ટીમ કીટ પણ લોન્ચ કરી હતી.

સ્ટાર ખેલાડી કેન વિલિયમસનને કેપ્ટનશિપની જવાબદારી મળી છે. ODI વર્લ્ડ કપ 2023માં શાનદાર બેટિંગ કરનાર રચિન રવીન્દ્રને પણ ટીમમાં સામેલ કર્યો છે. રચિન અને મેટ હેનરી પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં રમશે. બેન સીઅર્સનો 16મા ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે સમાવેશ કર્યો છે.

આ વખતે T20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમ ભાગ લઈ રહી છે. ન્યૂઝીલેન્ડે ટુર્નામેન્ટ માટે સૌપ્રથમ પોતાની ટીમની જાહેરાત કરી છે.

ICC T20 વર્લ્ડ કપ 2024 માટે ન્યૂઝીલેન્ડની ટીમ: કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, ટ્રેન્ટ બોલ્ટ, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ડેરીલ મિચેલ, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, મિચેલ સેન્ટનર, ઈશ સોઢી અને ટિમ સાઉથી.
ટ્રાવેલિંગ રિઝર્વ- બેન સીઅર્સ

ન્યૂઝીલેન્ડ T20 વર્લ્ડ કપમાં ગ્રુપ Cનો ભાગ: T20 વર્લ્ડ કપ 2024ની ઓપનિંગ મેચ કેનેડા અને હોમ ટીમ અમેરિકા વચ્ચે રમાશે. આ મેચ 1 જૂને ડલાસમાં જ રમાશે. ક્રિકેટ ઈતિહાસની પ્રથમ મેચ પણ 1844માં અમેરિકા અને કેનેડા વચ્ચે રમાઈ હતી. ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડની ટીમ 7 જૂનથી અફઘાનિસ્તાન સામેની સફર શરૂ કરશે. આ પછી તેમને 12 જૂને યજમાન વેસ્ટ ઈન્ડિઝ સામે મેચ રમવાની છે. 14 જૂને કિવી ટીમ યુગાન્ડા સામે રમશે જ્યારે 17 જૂને કિવી ટીમ પાપુઆ ન્યૂ ગિની સામે રમશે. ન્યૂઝીલેન્ડની ટીમ T20 વર્લ્ડ કપમાં ગ્રુપ Cનો ભાગ છે.

ન્યૂઝીલેન્ડ અત્યાર સુધી એક પણ વર્લ્ડ કપ જીતી શક્યું નથી: ન્યૂઝીલેન્ડની ટીમ અત્યાર સુધી એક પણ વર્લ્ડ કપ જીતી શકી નથી. 2022માં ઇંગ્લેન્ડે ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ત્યારે ભારતને સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 2007માં પ્રથમ વખત આયોજિત ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો. ત્યાર બાદ ટીમ એક વખત પણ ટ્રોફી જીતી શકી નથી.

ભારત ઉપરાંત પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાએ પણ 1-1 વખત ટાઇટલ જીત્યું છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ (2012 અને 2016) અને ઇંગ્લેન્ડ (2010 અને 2022) એ 2-2 વખત T20 વર્લ્ડ કપ ટ્રોફી કબજે કરી છે. આ ટુર્નામેન્ટ અત્યાર સુધી 8 વખત રમાઈ છે, ટુર્નામેન્ટની 9મી આવૃત્તિ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.