પાટણ જિલ્લાના સિધ્ધપુર, ચાણસ્મા અને રાધનપુરના સરકારી ગોડાઉનના તમામ સીસીટીવી કેમેરા છેલ્લા એક માસથી બંધ

પાટણ
પાટણ

એક માસથી બંધ સીસીટીવી કેમેરા છતાં તંત્ર કુભકણૅ ની નિદ્રામાં: પાટણ જિલ્લા પુરવઠા વિભાગના 3 સરકારી ગોડાઉનમાં મોનિટરિંગ માટે લગાવેલા સીસીટીવી કેમેરા બંધ રહેતા ગોડાઉન પર કંટ્રોલ રૂમમાંથી મોનિટરિંગ જ થઈ રહ્યું નથી. પુરવઠા વિભાગની મુખ્ય કચેરીમાં જ અધિકારીની ઓફિસ સામે જ કંટ્રોલરૂમ હોવા છતાં એક મહિનાથી સીસીટીવી કેમેરા બંધ હોય મોનિટરિંગ ના થઈ રહ્યું હોવા છતાં આંખ આડા કાન કરાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા સરકારી અનાજનો જથ્થો ગોડાઉન માંથી સગેવગે થઈ બારોબાર વેચાણ ન થાય અને ગેરરીતિ અટકે તેવા ઉદ્દેશથી દરેક સરકારી ગોડાઉનમાં સીસીટીવી કેમેરા લગાવી જિલ્લા મુખ્ય કચેરી ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરી સતત મોનિટરિંગ કરવાનો દરેક જિલ્લા પુરવઠા વિભાગને કડક આદેશ કરાયો છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં જિલ્લાનું મુખ્ય ગોડાઉન સહિત 9 તાલુકાના 9 સરકારી ગોડાઉનમાં 250થી વધારે સીસીટીવી કેમેરા લગાવ્યા છે. જેનું કલેકટર કચેરીમાં કાર્યરત જિલ્લા પુરવઠા વિભાગની ઓફિસમાં કંટ્રોલરૂમ દ્વારા મોનિટરિંગ કરાય છે.પરંતુ છેલ્લા એક માસથી જિલ્લાના 9 પૈકી 3 તાલુકાના સરકારી ગોડાઉનમાં લગાવેલા સીસીટીવી કેમેરા કોઈ કારણોસર બંધ હોય ગોડાઉનમાં થઈ રહેલી અનાજ વિતરણની પ્રવૃત્તિ સહિતની કામગીરીનું લાઈવ પ્રસારણ કંટ્રોલરૂમમાં દેખાતું બંધ થઈ જવા પામ્યું હોય કંટ્રોલરૂમ માંથી તેનું મોનિટરિંગ થઈ રહ્યું નથી. એક માસથી ગોડાઉનમાં CCTV બંધ હોવા છતાં વિભાગ દ્વારા કોઈ દરકાર ન લેવાઈ રહી હોય વિભાગની ભૂમિકા શંકાના દાયરામાં આવતા અનેક સવાલ ઉભા થયા છે.

જિલ્લાના દરેક તાલુકાના ગોડાઉનમાં સીસીટીવી લગાવેલા છે. જેમાં હાલમાં રાધનપુર, ચાણસ્મા અને સિદ્ધપુર આ ત્રણ તાલુકાના સરકારી ગોડાઉન માંથી કંટ્રોલ રૂમમાં લાઈવ પ્રસારણ કરતા તમામ સીસીટીવી કેમેરા બંધ પડ્યા છે. ગોડાઉનમાં એક બે કે અથવા એકાદ ગોડાઉનમાં કેમેરા બંધ હોઈ શકે પરંતુ એક સાથે 3 તાલુકાના ગોડાઉનમાં એકસાથે બધા સીસીટીવી કેમેરા બંધ હોય તેનું મોનિટરિંગ જ થઈ રહ્યું ના હોય જે આશંકા ઉપજાવે છે.ત્યારે આ મામલે તંત્ર તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી માગ ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.