કુંભાસણના CRPF જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય

બનાસકાંઠા
બનાસકાંઠા

ટૂંકી માંદગી બાદ અવસાન: સમગ્ર ગામ અંતિમવિધિમાં જોડાયું: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ના કુંભાસણ ગામના CRPF ના જવાન નું માંદગી બાદ અવસાન થતાં CRPF ની બટાલિયન દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવા માં આવી હતી. જયારે શહીદ જવાન ની અંતિમ યાત્રા માં સમગ્ર ગામ પોતાના ધંધા રોજગાર બંધ રાખી શહીદ જવાન ની અંતિમયાત્રામાં જોડાયું હતું.

પાલનપુર ના કુંભાસણ ગામના દિપક કુમાર વશરામ ભાઇ ડભાલા વર્ષ 2011 માં CRPF માં લાગ્યા હતા. જ્યાં તેમને 2019માં કમાન્ડો ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ વીવીઆઈપી વિભાગ માં ફરજ બજાવતા હતા. જ્યાં તેઓ ભારત ના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સિક્યુરિટીમાં ફરજ બજાવતા હતા. જ્યાં દોઢ વર્ષ પહેલા તેઓ કેન્સર જેવી જીવલેણ બીમારીનો ભોગ બન્યા હતા અને તેઓ ની દિલ્લી ખાતે સારવાર ચાલુ હતી. જયારે છેલ્લા ચાર દિવસ થી તેઓ વતન કુંભાસણ ખાતે આવ્યા હતા. જ્યાં તેમનું બીમારી ના કારણે અવસાન થતાં પરિવાર સહીત સમગ્ર ગામમાં શોક છવાયો હતો. જયારે આજે ગાંધીનગર સ્થિત CRPF ની બટાલિયન કુંભાસણ ખાતે આવી પહોંચી હતી અને શહીદ જવાનને તિરંગો ઓઢાડી પુરા સન્માન સાથે અંતિમ યાત્રા કાઢવા માં આવી હતી.

જેમાં સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું અને ગામલોકો એ સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર બંધ રાખી શહીદ જવાન દિલીપકુમાર ની અંતિમ યાત્રા માં જોડાયા હતા. જેમાં વીર જવાન અમર રહો ના નારા ગુંજી ઉઠ્યા હતા જયારે  સ્મશાન ગૃહ ખાતે CRPF ના જવાનો એ ગાર્ડ ઓફ ઓનર આપી શ્રધાંજલિ પાઠવી હતી અને શહીદ વીર જવાન દિલીપકુમાર ડભાલા નો દેહ પંચમહાભૂત માં વિલિન થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.