બનાસકાંઠા લોકસભાના અપક્ષ ઉમેદવાર પર 2 શખ્સો એ હુમલો કર્યો હોવાની રાવ
બનાસકાંઠા લોકસભાની બેઠક પરના અપક્ષના ઉમેદવાર પર ગુરુવારે કોઈ અજાણ્યા બે શખ્સો એ હુમલો કરતા પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ છે. પાલનપુર વૃંદાવન સોસાયટીમાં રહેતા ચેતનકુમાર કેશવલાલ ઓઝા તેઓએ બનાસકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ચેતનકુમાર ઓઝાને દાંતીવાડાના સતાભાઇ દેસાઈ અને અન્ય એક વ્યક્તિએ ભેગામળી અપશબ્દો બોલી ગડદા પાટુનો માર મારી અગાઉ લોકસભા સામાન્ય ચૂંટણીમાં બનાસકાંઠાના અપક્ષ ઉમેદવારી નોંધાવેલ હોવાથી બંને શખ્સોએ કોઈકના કહેવાથી ચેતનભાઇના જાન માલને હાની પહોંચાડવાના ઇરાદે હુમલો કર્યો હતો તેમજ ધમકીઓ આપી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરવામાં આવી હોવાની ફરિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.