મુંબઈ: 36 મુસાફરોને લઇને જઈ રહેલી ખાનગી બસમાં લાગી ભીષણ આગ
મુંબઈ: મહારાષ્ટ્રની મુંબઈ-પુણે એક્સપ્રેસમાં શનિવારે સવારે એક ખાનગી બસમાં ભીષણ આગ લાગી હતી. બસમાં 36 મુસાફરો સવાર હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, જેમ જ આ બસ મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવેથી વડગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં પ્રવેશી કે તરત જ તેનું ટાયર ફાટ્યું. જેના કારણે બસમાં શોર્ટ સર્કિટના કારણે થોડી જ વારમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી પરંતુ સદનસીબે કોઇ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા બસમાંથી તમામ 36 મુસાફરોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
હાઇવે પર કલાકો સુધી વાહનવ્યવહાર પ્રભાવિત રહ્યો હતો
બસમાં આગ લાગવાની માહિતી મળતા જ પોલીસ, દેવદૂત મશીન, ડેલ્ટા ફોર્સ, વડગાંવ ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટર આગ પર કાબુ મેળવી શક્યા ત્યાં સુધીમાં બસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. જેના કારણે મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવે પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો.
ખોપોલી ઈન્ટરચેન્જ પાસે પણ આગ લાગી હતી
તાજેતરમાં જ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ખોપોલી ઈન્ટરચેન્જ પાસે અડધી રાત્રે બસમાં આગ લાગી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. બસમાં આગ લાગ્યા બાદ 42 મુસાફરો તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા અને મોટી દુર્ઘટના ટળી હતી. આગમાં બસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. રાત્રે લગભગ 2.30 વાગ્યે, મુસાફરોને લઈને એક ખાનગી બસ એક્સપ્રેસ વેથી પુણે જઈ રહી હતી. બસમાં આગ લાગતાં ઘાટ પરનો વાહનવ્યવહાર થોડીવાર માટે બંધ થઈ ગયો હતો.