અમેરિકાના સાઉથ કેરોલીનામાં ગ્રીનવિલેમાં અકસ્માત સર્જાતા મોત : ત્રણેય મૃતક મહિલાઓ આણંદ જિલ્લાની વતની

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અમેરિકામાં માર્ગ અકસ્માતની ઘટનામાં 3 ગુજરાતી મહિલાઓના મોત થયાની માહિતી સામે આવી રહી છે. જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. ત્રણેય મૃતક મહિલાઓ આણંદ જિલ્લાની વતની છે. વિગતો મુજબ, મહિલાઓ કારમાં જઈ રહી હતી ત્યારે તેમની કાર ઓવરપાસ સાથે અથડાઈને ચાર લેન કૂદી ઝાડ સાથે અથડાઈ હતી.

અમેરિકાના સાઉથ કેરોલીનામાં ગ્રીનવિલેમાં અકસ્માત સર્જાયો હતો. જેમાં મૂળ આણંદ જિલ્લાની રહેવાસી 3 મહિલાઓ રેખાબેન પટેલ, સંગીતાબેન પટેલ, અને મનીષાબેન પટેલનાં મોત થયા હતા. મૃતકોમાં બે મહિલાઓ આણંદના વાસણા ગામની જ્યારે એક મહિલા કાવીઠા ગામની વતની છે. જ્યારે કારમાં સવાર અન્ય એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે.મહિલાઓ કારમાં સવાર થઈને એટલાન્ટાથી ગ્રીનવિલે સાઉથ કેરોલીના જઈ રહી હતી. આ દરમિયાન જ તેમની કારને અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ કાર ઓવરસ્પીડમાં હોવાથી અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. તો મહિલાઓનાં મોતથી તેમના વતનમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ છે.સ્થાનિક પોલીસ મુજબ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર 20 ફૂટ સુધી હવામાં ઉછળી હતી અને બ્રિજની બીજી બાજુ આવેલા ઝાડ સાથે અથડાઈ હતી. કારમાં સ્પીડ કેટલી હતી તેને લઈને પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. 

મહિલાઓ કારમાં જઈ રહી હતી ત્યારે તેમની કાર ઓવરપાસ સાથે અથડાઈને ચાર લેન કૂદી ઝાડ સાથે અથડાઈ હતી  કારમાં સવાર અન્ય એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.