વાવ બેઠક ઉપર કોંગ્રેસ ને એક વધુ ઝટકો : વાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નું રાજીનામુ

બનાસકાંઠા
બનાસકાંઠા

કોંગ્રેસ નો ગઢ ગણાતી વાવ બેઠક ઉપર થી દિન પ્રતિદિન કોંગ્રેસ કાર્યકરો ભાજપ માં જોડાઈ રહ્યા છે. તાજેતર માં સુઇગામ તાલુકા ના 300 વધુ કોંગ્રેસ ના કાર્યકરો એ ભારતીય જનતા પાર્ટી માં જોડાયા બાદ બ.કાં જિલ્લા આમઆદમી પાર્ટી ના પૂર્વ પ્રમુખ સહિત વાવ તાલુકા આમ આદમી  પાર્ટી ના તમામ હોદેદારો ભાજપ માં જોડાયા હતા ત્યારે બાદ કોંગ્રેસ ના ધરમ ખમ નેતા અને બ.કા જિલ્લા પંચાયત ના પૂર્વ કારોબારી અધ્યક્ષ એવા અમીરામ ભાઈ આસલે કોંગ્રેસ ને રામ રામ કરી પાર્ટી જોડે છેડો ફાડી ભાજપ માં જોડાયા બાદ ફરી પાછા આજે વાવ તાલુકા કોંગ્રેસ પાર્ટી ના પ્રમુખ અમરત ભાઈ ગામોટે પક્ષ પ્રમુખ પદે થી રાજીનામુ આપ્યું છે.

પોતાનું રાજીનામુ જિલ્લા અને પ્રદેશ કક્ષા એ મોકલી દેતા હવે વાવ તાલુકા નું કોંગર્સ સંગઠન નું માળખું ઓક્સિઝન પર આવી જતા વાવ બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટી માં મોટું ગાબડું પડી જતા લોકસભા ના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર અવઢવ માં મુકાઈ ચિંતા ગ્રસ્ત બની ગયા હોય તેવી ચિત્ર ઉપસી આવ્યું છે…જ્યારે વાવ તાલુકા ભાજપ સંગઠન ગેલ માં આવી ગયું છે…પહેલે થી જ વાવ બેઠક ઉપર ભાજપ ને મોટી લીડ મળશે તેવું પ્રમુખ ઈશ્વર ભાઈ ચૌધરી અને મહામંત્રી પ્રકાશ વ્યાસે મીડિયા સમક્ષ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.