![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/પાલનપુર-કોટ-અંદરના-hed.jpg)
પાલનપુર કોટ અંદરના વિસ્તારમાં પાણીનો બેફામ દુરુપયોગ કેટલાક વિસ્તારોમાં નળ ખુલ્લા હોઈ પાણીનો વેડફાટ
પાલનપુર નગરપાલિકાના કોટ અંદરના વિસ્તાર મા વહેલી સવારે આવતાં પીવાના પાણીનો બેફામ દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાની રાવ ઉઠી છે. હજારો લિટર પાણી સવારમાં વેડફાઈ જાય છે.
જેમાં ખાસ કરીને વોર્ડ નંબર 11 ના અંદરના તેમજ મુખ્ય માર્ગ પર આવેલા વિસ્તારોમાં વહેલી સવારે આવતા પાણીનો સતત દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાની રાવ ઉઠી છે. કેટલાક નળોમાં ચકલીઓ પણ લગાવવામાં આવી નથી. પાણી ભરાઈ ગયા પછી પણ સતત અડધો કલાક સુધી પાણી મુખ્ય માર્ગ પર વહી જાય છે જ્યારે કેટલાક લોકો પોતાના વાહનો કપડા ગાદલા આવતા પાણીમાં સતત ધોઈ અને મુખ્ય માર્ગને કિચડ વાળો બનાવી રહ્યા છે. જ્યારે આંતરીયાળ વિસ્તારોમાં એક એક કિલોમીટર સુધી લોકો પાણી માટે રજળતા દેખાય છે. જ્યારે પાલનપુર શહેરમાં નગરપાલિકા પાણી પુરવઠા ની નિષ્ક્રિયતાના કારણે લોકો બેફામ પાણીનો બગાડ કરી રહ્યા છે. સરકાર લાખો કરોડો રૂપિયાની જાહેરાતો કરીને પાણીના બચાવ માટેનો પ્રયાસ કરી રહી છે. જ્યારે આવા કેટલાક બે જવાબદાર રહીશો દ્વારા પાણીનો દૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જ્યારે કેટલાક નળ કનેક્શન નો પણ એકના અને દોઢના નાખવામાં આવેલા છે. જેની પણ તપાસ થવી જરૂરી છે.
આ બાબતે અગાઉ પણ નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી. પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર દરેક બાબતે કડકાઈ દાખવી અને માત્ર મીડિયામાં બયાન જ આપે છે. આ બાબતે કોઈ કડક પગલાં ભરવામાં આવતા નથી જ્યારે કેટલાક તો એવા સ્થાનિકો છે કે જેમણે પાણી વેરો પણ ભરેલો નથી. તેઓ બેફામ પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર આ બાબતે ગંભીરતા દાખવીને આવા લોકોને કાયદાનો પાઠ ભણાવે તેવી સ્થાનિક લોકોની પ્રચંડ માંગ ઉઠવા પામી છે.