ડીસામાં હનુમાન જયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

રામભક્ત શ્રી હનુમાન જન્મોત્સવની ડીસામાં તમામ મંદિરોમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ડીસાના પ્રસિદ્ધ ત્રણ હનુમાન મંદિરે મારુતિ યજ્ઞ તેમજ બાલા હનુમાન મંદિરે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સિવાય અનેક મંદિરોએ યજ્ઞ અને મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે ડીસાના હનુમાનજી મંદિરોએ ધાર્મિકતા પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ડીસાના સુપ્રસિદ્ધ ત્રણ હનુમાન મંદિરે મારુતિ યજ્ઞ, મહા આરતી, સુંદરકાંડ પાઠ, હનુમાન જન્મોત્સવ તેમજ ડાયરો અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન તેમજ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આ ઉપરાંત ડીસાના ગાંધી ચોકમાં આવેલા હનુમાનજી મંદિરે યજ્ઞ તેમજ ભણસાલી હોસ્પિટલ બાજુમાં આવેલા બાલા હનુમાન મંદિરે ગઈ રાત્રે ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે આજે સવારે હનુમાનજીની શોભાયાત્રા અને ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું. ભણસાલી હોસ્પિટલ સામે આવેલા વેપારીઓ દ્વારા આ ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ ઉપરાંત ડીસાના માર્કેટ યાર્ડમાં આવેલા હનુમાનજી મંદિર, હવાઈ પિલર સામે આવેલા હનુમાનજી મંદિર, હઠીલા હનુમાન મંદિર,રેલવે સ્ટેશન હનુમાનજી મંદિર વગેરે સ્થળોએ મહાયજ્ઞ તેમજ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે અનેક મંદિરોમાં સંતવાણી ભજન સંધ્યાના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.