થરાદના બુઢનપુર સર્વિસ રોડ પર છેલ્લા ઘણા સમયથી ખાડાઓ

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ પાસેથી પસાર થતા ભારતમાલા હાઈવેના સર્વિસ રોડ બુઢનપુર ટોલનાકા પાસે મોટો ખાડો પડેલ હોવાથી વાહનચાલકો પરેશાન થઇ ઉઠ્યા છે. ત્યારે સ્થાનિક વાહનચાલકે પેટ્રોલિંગ વાન આવતાં ખાડાના રીપેરીંગ કામને લઈને સવાલો કર્યાં હતાં. પેટ્રોલિંગ વાનના કર્મચારીઓએ વાહનચાલકોને ખાડાના રીપેરીંગ કામ માટે આશ્વાસન આપ્યું હતું.


થરાદ પાસેથી પસાર થતો ભારતમાલા હાઇવે કામગીરી પૂર્ણ થવાન આરે છે. ત્યારે હાઇવેના સર્વિસ રોડની કામગીરી ઘણાં સમયથી પુરી થતાં હજારો વાહનો ત્યાંથી પસાર થાય છે. ત્યારે ભારતમાલા હાઈવેના સર્વિસ રોડ બુઠનપુર નજીક આવેલ ટોલનાકા પાસે સર્વિસ રોડ પર મોટું પોલાણ થતાં ખાડો પડ્યો છે. જે ઘણાં સમયથી રીપેરીંગ કામ કરવામાં આવતું નથી. જેને લઈને ત્યાંથી પસાર થતાં વાહનચાલકો હેરાન થઈ જવા પામ્યાં છે. ત્યારે દિવસ દરમિયાન અનેક વખત NHAI હાઇવે પેટ્રોલિંગ વાન પસાર થાય છે છતાં ખાડાનુ રીપેરીંગ કામ કરવામાં આવતું નથીય જેને લઈને આજરોજ ત્યાંથી પસાર થતાં વાહનચાલકોએ ખાડા પાસે આવેલ હાઇવે પેટ્રોલિંગ વાનને વાહનચાલકોએ ખાડાના રીપેરીંગ કામ અંગે સવાલો કર્યાં હતાં. ત્યારે વાહનચાલકોને આશ્વાસન આપતાં કહ્યું કે, બે ત્રણ દિવસમાં ખાવાનું કામ કરી દેવામાં આવશે હવે જોવાનું રહ્યું કે આ વાહનચાલકોને આશ્વાસન છે કે પછી ઘણાં સમયથી પડેલા ખાડાનું કામ થાય છે. સર્વિસ રોડ પર ખાડાના કારણે અકસ્માતનો ડર સતત વાહનચાલકોમાં થતો હોય છે ત્યારે તાત્કાલિક કામગીરી કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.