ડીસા ડાવસ ગામનો યુવાન આર્મીની ટ્રેનીંગ પુરી કરી પરત ફરતા કરાયું ભવ્ય સ્વાગત સાથે સન્માન

બનાસકાંઠા
બનાસકાંઠા

ડાવસ ગામ દેશભક્તિના રંગે રંગાયું: અત્યારના સમયમાં દેશ સેવા કરવા માટે દેશના યુવાનો ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ડીસા તાલુકાનાના ડાવસ ગામના એક યુવાન અલ્પેશકુમાર જેન્તીજી વડગામા આર્મીની પરીક્ષા પાસ કરીને પરત ફરતાં આજરોજ ડાવસ ગામે ગ્રામજનો દ્વારા આર્મી મેન અલ્પેશ કુમારનું ભવ્ય સ્વાગત સાથે સન્માન કરાયું હતું અને સમગ્ર ડાવસ ગામમાં દેશભક્તિના માહોલ છવાયો હતો દેશભક્તિના ગીતો સાથે આર્મી મેન અલ્પેશ કુમારના મિત્રો ઝુમી ઉઠ્યા હતા અલ્પેશ કુમાર નાશિક (મહારાષ્ટ્ર) ખાતે આટીલરી સેન્ટર નાસિક ખાતે ૬ મહિનાની ટ્રેનીંગ પૂરી કરીને આજે પોતાના વતન ડાવસ ગામે પરત ફર્યા હતા.

સમગ્ર ડાવસ ગ્રામજનો દ્વારા અલ્પેશ વડગામાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.ગામમાં માતાજીના દર્શન કરી. માતાજીના આર્શીવાદ લઈ પોતાના ઘરે પહોંચીને માતાપિતાના આશીર્વાદ મેળવ્યા હતા તથા ડાવસ ગામના ગ્રામવાસીઓને આર્મી મેન અલ્પેશ કુમારને મીઠાઈ ખવડાવી મો મીઠા કરાવ્યું.હતું
ત્યારે આજે ડાવસ ગામનો યુવાન આર્મી મેનની ટ્રેનીંગ પુરી કરી ફરતાં ગૌરવ સાથે ગ્રામજનોમાં પણ ઉત્સાહની લાગણી જોવા મળી હતી…


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.