BCCIએ આઈપીએલ હેઠળ હાર્દિક પંડ્યાને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો

Sports
Sports

હાર્દિકની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલની આ સીઝનમાં પ્રથમ વખત સ્લોઓવર રેટ હેઠળ બોલિંગ કરી હતી. જે બાદ BCCIએ તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

IPL 2024 માં 18 એપ્રિલના રોજ પંજાબ કિંગ્સ (PBKS) vs Mumbai Indians (MI) વચ્ચે મેચ હતી. મુંબઈએ આ મેચ રોમાંચક રીતે 9 રને જીતી લીધી હતી, પરંતુ મેચ બાદ હાર્દિક પંડ્યાને મોટો આંચકો લાગ્યો હતો.

હાર્દિક પંડયા પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના કેપ્ટન શ્રેયસ ઐયર 16 એપ્રિલે IPLમાં સ્લોઓવર રેટથી ફટકો પડ્યો હતો. IPL 2024માં રાજસ્થાન રોયલ્સ સામેની ટીમની રમત દરમિયાન સ્લોઓવર રેટ બદલ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સ્લોઓવર રેટના કારણે KKRને બીજી ઇનિંગની છેલ્લી ઓવરમાં નિર્ધારિત પાંચ ફિલ્ડરોના બદલે ચાર ફિલ્ડરો સાથે મેચ રમવી પડી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.