શિહોરી હાઈવે રોડ પર આવેલ માર્કેટયાર્ડ પાસે થી ફલાઈંગ સ્કોડ દ્વારા બેનર ઉતારી દેવાયા
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી હાઈવે રોડ પર આવેલ શિહોરી માર્કેટ યાર્ડ પાસે એક ભારતીય જનતા પાર્ટી નું મહાકાય બેનર લગાવેલ હોવાનું કાંકરેજ તાલુકા પંચાયત કચેરી માં જાણવા મળ્યું હતું ત્યારે આચારસંહિતા અધિકારી દ્વારા એફ.એસ.ટી ટીમને જાણ કરવામાં આવતા પોલીસ બંદોબસ્ત અને કેમેરા સાથે ફ્લાઇંગ સ્કોડ કર્મચારી દ્વારા જાતે જ બેનર ને ઉતારી લેવામાં આવ્યુ હતું
લોકસભા ની ચૂંટણી નું જાહેરનામું પડ્યા ને સમય થઇ ગાયો અને આચારસહિ્નતા લાગુ થયેલ હોવા સંતાય ભારતીય જનતા પાર્ટી ના બોર્ડ હજુ લાગેલા હતા જે તંત્ર ને ધ્યાન માં આવતા સ્ટાફ દ્વારા બોર્ડ ઉતારી કચેરી એ લઇ જવામાં આવ્યા હતા મોદી ની ગેરંટી અને વિકસિત ભારત ના બોર્ડ ને પોલીસ સાથે રહી ચૂંટણી અધિકારી ઓ દ્વારા ઉપરવામાં આવ્યા હતા.