ખેડબ્રહ્માના નવા મોટા ખાતે યોગ અભ્યાસુઓએ અચૂક મતદાનના શપથ લીધા
સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા લોકસભા સામાન્ય ચૂંટણી 2024 મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં ખેરોજના નવા મોટા પ્રાથમિક શાળામાં 21 જૂન કોમન યોગા પ્રોટોકોલ અંતર્ગત યોગ શિબિર અને યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. યોગ શરીર અને મન બંનેને તદુરસ્ત રાખે છે. શરીર નિરોગી રહે તે હેતુસર યોગ કરે તેમ લોકશાહીની તંદુરસ્તી માટે તમામ નાગરિકોને આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને મતદાન 7-5-2024ના રોજ પરિવાર સાથે અચૂક મતદાન કરવા શપથ લેવડાવવામાં આવ્યા હતા. મતદાર જાગૃતિ માટેની સ્વીપ એક્ટિવિટી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત પતંજલિ પ્રભારી વીણાબેન, ખેડબ્રહ્મા તાલુકાના યોગકોચ સોલંકી ચેતનાબેન, યોગકોચ પાર્થભાઈ અને સાબરકાંઠા જિલ્લા કૉર્ડીનેટર પટેલ અમીબેન તેમજ મોટી સંખ્યામાં યોગાભ્યાસુ ઉપસ્થિત રહ્યા હતા.