સીપુનદી માંથી રેત ભરેલું ટ્રેકટર પુર ઝડપે હંકારતા ટ્રેક્ટર મા બેઠેલ મજુર નીચે પટકાતા મોત નીપજ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

પ્રાપ્ત વિગતો મુજબ બનાસકાંઠાના ઝાત ગામે સીપુનદી માંથી ગેરકાયદેસર રીતે બેફામ પણે રેતી માફીયાઓ વાહનો દ્રારા રેતી વહન કરતા ના સમાચારો અનેક વખત પ્રકાશ મા આવ્યા છે ત્યારે દાંતીવાડા ના ઝાત ગામે એક અજાણ્યો ટ્રેક્ટર ચાલક પુર ઝડપે ટ્રેક્ટર હંકારતા ટ્રેક્ટર મા બેઠેલ રેતી ભરનાર મજુર નીચે પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા રોડ ની સાઈડ મા બેહોશ હાલત મા પડ્યો હતો. જો કે સ્થાનિક અવર જવર કરતા લોકો ને ખબર પડતાં તાત્કાલિક તેના પરિવાર જનો ને જાણ કરી હતી. ત્યાર બાદ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ મા લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. ઘટના ના પગલે પાંથાવાડા પોલીસ ને જાણ થતાં પાંથાવાડા પોલીસે મૃતદેહ ને પી એમ અર્થે પાંથાવાડા સામૂહિક આરોગ્ય કેંદ્ર ખાતે ખસેડી અજાણ્યા સ્વરાજ કંપની ના ટ્રેક્ટર ચાલક સામે ગુન્હો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.