રામ નવમી : આજે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા સહિત જિલ્લા માં મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામનો જન્મદિવસ ની વિવિધ સ્થળો પર ઉજવણી કરવામાં આવશે

મંદિરોમાં રામ નવમી ને લઇ પૂર્વે તૈયારીઓ કરવામાં આવી

ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન  પૂર્ણ થતાં યજ્ઞો નો કાર્યક્રમ થશે: ચૈત્ર સુદ નવમી એટલે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામ નો જન્મોત્સવ જેને લઇ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે વિવિધ સ્થળો પર રામ જન્મની ઉજવણી સાથે શોભાયાત્રા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત ચૈત્ર નવરાત્રિના અનુષ્ઠાનની પણ પૂર્ણાહુતી પ્રસંગે યજ્ઞ સહિતના પણ કાર્યક્રમો થનાર છે ત્યારે રામ નવમીના પૂર્વ વિવિધ મંદિરોમાં તેની ઉજવણી કરવાની તૈયારીઓ કરવામાં આવી છે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રામનવમીના પર્વને લઈ પ્રજાજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે થોડાક દિવસો પહેલા અયોધ્યા  માં ભગવાન રામલલ્લા બિરાજમાન થયા હતા ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ હતો તે જ રીતે ફરી એકવાર રામનવમીના દિવસે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જય શ્રી રામના નારો ગુંજી ઉઠશે.

જીલ્લા  ના શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં શોભાયાત્રાઓનું પણ આયોજન થયું: રામનવમીના પર્વને લઈ બનાસકાંઠા જિલ્લાના વિવિધ શહેરો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું છે જેમાં વહેલી સવારે જ વિવિધ મંદિરોમાં રામ ભક્તો દ્વારા રામધૂન ધ્વજારોહન સહિતના કાર્યક્રમો અને ભવ્ય શોભાયાત્રાઓ પણ ઠેરઠેર નીકળશે જેને લઇ ને સમગ્ર વાતાવરણ રામમય બની જશે.

ચૈત્રી નવરાત્રીની પણ પૂર્ણ થશે | દેવી મંદિરોમાં યજ્ઞ સહિતના આયોજન: ચૈત્ર સુદ એકમ થી શરૂ થયેલી નવરાત્રી આજે રામનવમીના દિવસે પૂર્ણ થશે જેને લઇ વિવિધ દેવી મંદિરોમાં પૂર્ણહોતી પ્રસંગે યજ્ઞ સહિતના પણ આયોજનો થયા છે ત્યારે ડીસા ગાયત્રી શક્તિ પીઠ પર પણ ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન પ્રસંગે નવ કુંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે બપોરના ૧૨ ના સુમારે રામ જન્મોત્સવની ઉજવણી થનાર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.