પાટણ શહેરના સોનીવાડામાં સોનીની દુકાનમાં આગ લાગી, ફાયર ફાઈટરોએ માંડ માંડ કાબુ મેળવ્યો

પાટણ
પાટણ

પાટણ શહેરના સોનીવાડામાં આવેલ દુકાન માં સવારે કોઈ અગમ્ય કારણોસર સૉર્ટ સર્કિટ થતા આગ લાગી હતી .આગ લાગતા લાખો નું નુકસાન થયું હોવાનું વેપારીએ જણાવ્યું હતું. પાટણ શહેરના સોનિવાડા માં સોમવારે સવારે રાજુભાઇ અંબાલાલ પંચાલ ની સોના ચાંદી ની દુકાન માં દુકાન દર દિવા બતી કરતા હતા તે સમયે કોઈ અગમ્ય કારણો સર દુકાન માં શોર્ટ સર્કિટ થતા દુકાન માલિક દુકાન બહાર નીકળી ગયા હતા .ત્યાં જોત જોતા માં આગ સમગ્ર દુકાન માં પ્રસરી હતી.

પાટણ ફાયર વિભાગ ને જાણ કરતા ફાયર વિભાગ ની ટિમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર પાણી નો મારો કરતા આગ પર કાબુ મેળવ્યો હતો ઘટના સ્થળે પોલીસ અને જીઈબી સ્ટાફ પણ આવી પહોંચ્યો હતો .વીજ લાઈન બંધ કરી હતી. તો પોલીસ દ્વારા ટ્રાફિક દૂર કરાયો હતો.

વેપારીએ જણાવ્યું હતું કે હું દુકાઆ દિવા બતી કરતો હતો ત્યારે અગમ્ય કારણોસર આગ લાગતા હું બહાર નીકળી ગયો હતો અને જોત જોતામાં જ આગ દુકાન માં પાસરી ગયું હતું અમે ફાયર વિભાગ અને પોલિસ અને જીઈબી ને જાણ કરી હતી તે દોડી આવતા આગ પર કાબુ મેળવ્યો હતો તેમ જણાવ્યા હતું.અંદાજીત 4 લાખ રૂપિયા નું નુકસાન હોવાનું જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.