રબારી સમાજનું સંમેલન યોજાયું | ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈ એ રબારી સમાજ ના 100 દિકરા – દિકરીઓને દતક લેશે
રબારી સમાજ ના આર્થિક રીતે પછાત દિકરા – દિકરીઓની સ્કુલ અને હોસ્ટેલ ની ફી હું ભરીશ: માવજી દેસાઈ
ડીસા તાલુકાના સમશેરપુરા ખાતે આવેલ એમ.એમ.દેસાઈ શૈક્ષણિક સંકુલ ખાતે રવિવારે રબારી સમાજ નું સંમેલન યોજાયું હતું. જેમાં રબારી સમાજ ના નેતા, દાનવીર, શિક્ષણ પ્રેમી તેમજ ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ એ રબારી સમાજ ના જરૂરીયાત મંદ 100 જેટલાં દિકરા – દિકરીઓને દતક લેવાની જાહેરાત કરતાં રબારી સમાજ એ પણ નિણર્ય ને આવકાર્યો હતો.
એમ.એમ દેસાઈ શૈક્ષણિક સંકુલ સમશેરપુરા ખાતે રવિવારે ડીસા તાલુકાના રબારી સમાજ નું સંમેલન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું હતું. જેમાં ધાનેરા વિધાનસભા વિસ્તાર ના લોકપ્રિય ધારાસભ્ય તેમજ રબારી સમાજ ના આગેવાન અને શિક્ષણ પ્રેમી તેમજ દાનવીર માવજીભાઈ દેસાઈ (બાઈવાડા) એ રબારી સમાજ શૈક્ષણિક સંકુલ માં અભ્યાસ કરતાં રબારી સમાજ ના જરૂરીયાત મંદ 100 દિકરા – દિકરીઓની શિક્ષણ ફી અને હોસ્ટેલ ફી ભરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેથી ઉપસ્થિત મહાનુભાવો ઉપરાંત આગેવાનો અને રબારી સમાજ ના યુવાનો એ દાનવીર અને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ની શિક્ષણ પ્રેમી નિર્ણય ને આવકારી બિરદાવ્યા હતા.
આ પ્રસંગે ડીસા ના ધારાસભ્ય પ્રવિણભાઈ માળી, ડીસા એપીએમસી ના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી, પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા, રબારી સમાજ ના પ્રમુખ રેવાભાઈ દેસાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
100 દિકરા – દિકરીઓને દતક લેવાયા: આજના યુગમાં શિક્ષણ થકી જ આગળ વધી શકાય તેમ છે ત્યારે ડીસા ખાતે રબારી સમાજ ના અભ્યાસ કરવા માંગતા પરંતુ ફી ભરી ન શકનાર જરૂરીયાત મંદ 100 જેટલાં દિકરા – દિકરીઓને દતક લઈ તેઓની શિક્ષણ ફી અને હોસ્ટેલ ફી મેં ભરવાનો નિર્ણય લીધો છે તેમ શિક્ષણ પ્રેમી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ એ જણાવ્યું હતું.