![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/પાલનપુર-હેડ.jpg)
દેવપુરા બ્રિજ પર ટ્રેલર અને ઇકો વચ્ચે અકસ્માત: 1નું મોત:6 ઘાયલ
અકસ્માતમાં ઇકો ચાલકનું ઘટનાસ્થળે મોત: પાલનપુર-ડીસા હાઇવે પર દેવપુરા બ્રિજ પર ઇકો અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ઇકોમાં સવાર છ જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થતા ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ માં ખસેડવામા આવ્યા હતા.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં ટ્રાફિક પોલીસના આંખ મિચામણા ને પગલે ખાનગી વાહનોની તેજ રફતારને લઇ દિન પ્રતિદિન નાના મોટા અકસ્માત સર્જાઇ રહ્યા છે. જેમાં જિલ્લા ટ્રાફિક પોલીસની નિરંકુશ નીતિને કારણે નિર્દોષ માનવ જિંદગીઓ હોમાઈ રહી છે. દરમિયાન, આજે પાલનપુર ડીસા હાઇવે પર આવેલ દેવપુરા ગામ નજીકના બ્રિજ પર સવારના સમયે પાલનપુર તાલુકાના મડાણા (ગઢ) ગામેથી મુસાફર ભરીને પાલનપુર આવી રહેલ ઇકો ગાડી નો ટ્રેલર સાથે અકસ્માત સર્જાયો હતો.
આ ગમખ્વાર અકસ્માત ઇક્કો ચાલક ઉમેદજી માધુજી ઠાકોર રહે. મડાણા (ગઢ) ને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ઇકોમા સવાર છ જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને ઘટના અંગે પોલીસને જાણ કરવામા આવતા પોલીસ ટીમ દોડી આવી હતી. જ્યા ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે તેમજ મૃતકના મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા.