ભાજપના ઉમેદવાર ડો.રેખાબેન ચોધરીનો જંઝાવાતી ચૂંટણી પ્રચાર
ભાજપના ઉમેદવારને લુણાવા, ગોલગામ, ભાટવર, દેથળી, ધરાધરા અને માંડકામાં લોક સંપર્કમાં વ્યાપક આવકાર
રેખાબેનના ચૂંટણી પ્રવાસમાં ગામે ગામ એક જ નારો અબકી બાદ 400 પારનો નારો ગુંજ્યો
બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડો.રેખાબેન ચોધરી સરહદી વિસ્તારમાં જંજાવતિ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે જેમને શહેરી વિસ્તારની સાથે છેવાડાના ગામડાઓમાં પણ વ્યાપક જન સમર્થન સાંપડી રહ્યું છે જેમાં રેખાબેન ચોધરીએ થરાદ તેમજ વાવ વિસ્તારના ગામડાઓમા લોક સંપર્ક કરી સરકારે કરેલ અનેક વિકાસ કામો અને અગામી સમયમાં જિલ્લા સહિત દેશભરની કાયા પલટ કરવા ભાજપને મત આપવા અપીલ કરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં શ્વેત ક્રાંતિના પ્રેણતા એવા બનાસ ડેરી ના આધ સ્થાપક સ્વ.ગલબા કાકાની પોત્રિ ડો.રેખાબેન ચોધરી લોકસભાની ચૂંટણી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હોય પશુ પાલકો સહિત જિલ્લાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાજપના ઉમેદવાર ડો,રેખાબેન પણ લોકસભા મત વિસ્તારમાં ગામે ગામ ચૂંટણી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે જેમાં તેમને લોકોમાં અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે જેમાં થરાદ તાલુકાના લુણાવા, વાવ તાલુકામાં ગોલગામ, ભાટવર, દેથળી, ધરાધરા અને રાત્રે ડીસામાં વોર્ડ નંબર છ માં આવેલ શિવનગરની સરગમ સોસાયટીમાં બેઠકો તેમજ સભાઓ યોજી ચૂંટણી પ્રચાર કર્યો હતો જેમાં લોકો દ્વારા રેખાબેન તેમજ ભાજપના આગેવાનોનું વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જોકે રેખાબેન ચોધરીની સભામાં તેમજ લોક સંપર્કમાં અબકી બાર મોદી સરકાર અને અબકી બાર 400 પારના નારા ગુંજી ઉઠ્યા હતા.