આડા સંબંધોને લઇને : લોખંડની છરી તથા ધોકાથી માર માર્યો પોલીસે બે સામે ગુનો નોંધ્યો
સમી તાલુકાનાં અનવરપુરા ગામે રહેતા એક વ્યક્તિની પત્ની સાથે ગામનાં એક વ્યક્તિનાં કથિત આડા સંબંધોને લઇને તેનાં કુટુંબીજનોએ આપેલા ઠપકાની દાઝ રાખીને આ વ્યક્તિએ તેનાં ઘેર જઈને તેને બે વ્યક્તિઓએ લોખંડની છરી તથા ધોકાથી માર માર્યો હતો. તેને આંગળીઓ ઇજા થતાં સારવાર માટે પાટણની ધારપુર સિવિલમાં ખસેડાયાં હતો. આ બનાવ અંગે પોલીસે બે સામે ગુનો નોંધ્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, સમીના અનવરપુરા ગામમાં રહેતા એક વ્યક્તિની પત્ની સાથે ગામના યુવકને આડાસંબંધો હતા. જેથી પત્નીના પતિએ થોડા સમયપૂર્વે કુટુંબનાં આગેવાનો ભેગા કરીને યુવકને ઠપકો આપવા મોકલ્યા હતા. જેની દાઝ રાખીને યુવક તથા અન્ય લોકોએ પતિના ઘેર જઈને ‘તું બહાર આવ, તને તો બહુ ચરબી વધી ગઇ છે.’ તેમ કહેતાં પતિ ઘરની બહાર જતાં યુવકે ગાળો બોલી ઉશ્કેરાઇ જઇને છરીથી પતિનેની આંગળીઓ ઉપર મારી હતી. અન્ય લોકોએ તેમને છોડાવ્યા હતા. તેમને સારવાર માટે ખસેડયા હતાં.આ બનાવ અંગે પોલીસે બે સામે ગુનો નોંધ્યો હતો.