ડીસા તાલુકા સંઘના નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેને ચાર્જ સંભાળ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

બોર્ડ સાથે મળી પારદર્શી વહીવટ કરીશું : ચેરમેન પ્રતિક પઢિયાર ડીસા તાલુકાની સૌથી મોટી સહકારી સંસ્થા ધી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની ચૂંટણી બિનહરીફ યોજાયા બાદ ચેરમેન તરીકે પ્રતિક પઢિયાર અને વાઇસ ચેરમેન તરીકે તરીકે હંસાબેન દેસાઈની બિનહરીફ વરણી થતા બંનેએ આજે રાજકીય સહકારી અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં પોતાનો ચાર્જ સંભાળ્યો હતો.

ધી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની 25 જાન્યુઆરી 2024 ના રોજ વ્યવસ્થાપક મંડળની ચૂંટણી યોજાઈ હતી. જેમાં તમામ 11 ડિરેક્ટરો બિન હરીફ ચૂંટાયા હતા. ત્યારબાદ ડીસા તાલુકા સંઘના પ્રથમ અઢી વર્ષના વ્યવસ્થાપક બોર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકેની ચૂંટણી યોજાતા ભાજપ પક્ષ દ્વારા મેન્ડેટ આવતા ચેરમેન તરીકે પ્રતીક  ત્રિભોવનદાસ પઢિયાર અને વાઇસ ચેરમેન તરીકે હંસાબેન દશરથભાઈ દેસાઈના નામનો મેન્ડેડ આવતા બન્નેને ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કરવામાં  હતા.

ત્યારબાદ ચેરમેન પ્રતીક પઢિયાર અને વાઇસ ચેરમેન હંસાબેન દેસાઈ ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા,શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રાકેશ પટેલ, હકમાજી જોશી, પ્રકાશભાઈ દવે, પ્રણવ પઢીયાર અશોકભાઈ પઢિયાર, દશરથભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં પોતાના હોદ્દાનો ચાર્જ ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે રાજકીય સામાજિક અને સહકારી અગ્રણીઓએ બંનેને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે પ્રમુખ તરીકે વરાયેલા પ્રતીક પઢિયારે જણાવ્યું હતું કે, ડીસા તાલુકા સંઘ એ ખેડૂતોની સંસ્થા છે તેમજ અમે સમગ્ર બોર્ડ સાથે મળીને પારદર્શી વહીવટ કરી ભારતીય જનતા પાર્ટીએ અમારી પર જે ભરોસો મૂક્યો છે તેને કાયમ રાખીશું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.