ચૈત્રી નવરાત્રિ દરમિયાન આજથી અંબાજી મંદિરમાં 2 મંગળા આરતી આઠમ સુધી કરવામાં આવશે

બનાસકાંઠા
બનાસકાંઠા

દેશભરમાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે. અંબાજી મંદિરમાં ભક્તો બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે માતાજીની ભક્તિ કરતા જોવા મળ્યા હતા. ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે સવારે મંગળા આરતીમાં પણ ભક્તો મોટી સંખ્યામાં માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા. પ્રથમ નોરતે રાત્રિના સમયે અંબાજી મંદિર પરીસરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું હતું.

સાંજના સુમારે અને રાત્રિ દરમ્યાન અંબાજી મંદિરનો નજારો સુંદર જોવા મળે છે. મંદિરના ચાચર ચોકમાં ભક્તો બેસીને માની ભક્તિ કરતા અને માની આરાધના કરતા જોવા મળે છે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન અલગ અલગ ગામ અને શહેરોથી ભક્તો શક્તિપીઠના દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે સમગ્ર મંદિર પરિસર માની ભક્તિથી ગુંજી ઉઠતુ હોય છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રિ પર્વમાં મંદિરના શિખરથી ચાચર ચોક સુધી અલગ અલગ પ્રકારની કલરિંગ લાઇટો લગાવવામાં આવે છે. જેનાથી મંદિરનો નજારો સુંદર જોવા મળી રહ્યો છે.

આ લાઈટોમાં ઇન્ટેલિજન્ટ લાઈટ, શાર્પી લાઈટ, વીઓએસ લાઈટ, વોમ લાઇટ અને આરજીબી લાઇટ વડે પ્રકાશ પડતા સુંદર નજારો જોવા મળે છે. અંબાજી મંદિરના શિખર ઉપર કલરફુલ લાઈટ જોવા મળી. ચૈત્રી નવરાત્રિ પર્વમાં જય જલારામ સ્ટેજ ક્રાફ્ટ દ્વારા લાઇટિંગ શેડ અપાયા. પ્રથમ નોરતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા. આજથી અંબાજી મંદિરમાં બીજી મંગળા આરતીનો પ્રારંભ થયો છે. વહેલી સવારે 2 મંગળા આરતી થાય છે. ચૈત્ર સુદ બીજથી આઠમ સુધી સવારે 2 મંગળા આરતી ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીમાં જોડાયાં હતાં. માતાજીના ઘટ સ્થાપન સાથે બીજી મંગળા આરતી કરવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.