પાટણમાં મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા ગુડી પડવો શ્રધ્ધાભેર ઉજવણી કરાઈ

પાટણ
પાટણ

મહારાષ્ટ્રીયન નૂતન વર્ષ એટલે કે ગુડીપડવો… જેની એક પ્રચલીત કથા એવી છે કે ગુડી પડવોના એટલે કે ચૈત્ર સુદ એકમના દિવસે મહારાષ્ટ્રના શાલીવાહન શાસક ગૌતમી પુત્ર સાત કર્ણાએ મહારાષ્ટ્ર રાજયમાંથી વિદેશીઓને ખદેડી રાજયની સુખસમૃધ્ધિ પુનઃ મેળવી હતી ત્યારે આ દિવસનેવિજયોત્સવ તરીકે ઉજવવામાં આવે છે જેને મહારાષ્ટ્રીચનપરીવારો ગુડીપડવો કહે છે ત્યારે આજે ચૈત્ર સુદ એકમ એટલે કે ગુડીપડવો… સમગ્ર દેશ સહિત પાટણમાં વસતા મહારાષ્ટ્રીય પરીવાર સહદય નૂતનવર્ષના અભિનંદન પાઠવે છે.મહારાષ્ટ્રીયન ભાઇઓ-બહેનોનું નૂતન વર્ષ એટલે ગુડીપડવો. મહારાષ્ટ્રીયન પરીવારો ગુડીપડવોનું અતિવિશેષ મહત્વ રહેલું છે. ચૈત્ર સુદ એકમથી શરુ થતું આ નવું વર્ષ મહારાષ્ટ્રમાં આનંદ અને ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે જેમાં મહારાષ્ટ્રના મુંબઇ, નાસીક, જલાઁવ, પુના સહિતના અન્ય રાજ્યોમાં ધંધા રોજગાર અર્થે વસતા મહારાષ્ટ્રીયન પરીવારો આ દિવસે પોતાના ઘરમાં વિશિષ્ટ પૂજાવિધી કરે છે ત્યારબાદ એકબીજા સ્નેહીજનોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવે છે ત્યારે આ પાવન દિવસે પાટણ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી વસતા આશરે 30 જેટલા મહારાષ્ટ્રીયન પરીવારો ગુડીપડવાના દિવસે પોતાના ઘરની છત ઉપર કાષ્ઠની લાકડી બાંધી તેના ઉપરના ભાગને તેલવાળી કરી તેની ઉપર રેશમી વસ્ત્રની સાડી પહેરાવી ઉપર તાંબાનો કળશ ઢોળી આ ગુડીની હળદર-કંકુ અને ચોખાથી પુજાવિધિ કરી આરતી ઉતારી હતી.


તો શહેરના ભદ્ર વિસ્તારમાં વસતા સંધ્યાબેન પ્રધાને ચૈત્ર સુદ એકમ ગુડી પડવો એટલે કે મહારાષ્ટ્રીયનના નૂતનવર્ષની વિધીવત રીતે ઉજવણી કરી હતી.આ ઉપરાંત આ ગુડીને લીમડાનો મોર, હાયડો તેમજ ફુલહાર ચઢાવી તેના વધામણા કર્યા હતા.ત્યારબાદ પરિવારના સદસ્યોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.અને લીમડા ની ચટણી નો પ્રસાદ વિતરણ કરાયો હતો. આમ પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન પરીવારોએ ગુડીપડવા એટ લેકે નૂતન વર્ષની ઉજવણી હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.