પાટણમાં કાલિકા મંદિરે માતાજીને નયનરમ્ય આગી કરાઈ

પાટણ
પાટણ

પાટણનાં રાણકીવાવ સમીપ આવેલ પ્રાચીન કાલીકા મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીના 9 દિવસીય મહોત્સવનો ભકિતસભર માહોલમાં પ્રારંભ થયો છે.ત્યારે મંદિરમાં આજથી રોજ કાલિકા માતાજી, ભદ્રકાળી માતાજી ને અલગ અલગ આગી તેમજ સુગમ સંગીત સમારોહ યોજાશે.ઐતિહાસિક પાટણ નગરના પ્રતાપી રાજા સિધ્ધરાજ જયસિંહ સ્થાપીત નગરદેવી કાલીકા માતાનું પ્રાચીન મંદિર શ્રધ્ધાળુ ભકતો માટે આસ્થાના કેન્દ્ર સમાન બની રહયું છે. પ્રાચીન મંદિરના કિલ્લામાંથી માતાજી સ્વયંભુ પ્રગટ થયા હતા. જયાં આદ્યશકિત માં કાલિકા અને મહાલક્ષ્મીના સ્વરુપમાં ભદ્રકાલી માતા બીરાજમાન છે. આજે વસંતીકા એટલે કે ચૈત્રી નવરાત્રીના પ્રારંભે મૈયાને વિશિષ્ટ શૃંગાર કરવામાં આવ્યો હતો. જેમાં પુજારી અશોકભાઈ વ્યાસ દ્વારા મૈયાની દૈદિપ્યમાન મૂર્તિને પુષ્પમાળા તેમજ દેશ વિદેશથી ખરીદેલા વિવિધ ઘાટ અને આકારના અમેરીકન તેમજ ઓસ્ટ્રેલીયન ડાયમંડના આભુષણો આભૂષિત કરાયા હતા. તો કલકત્તા તેમજ મુંબઈના રંગબેરંગી ફુલોની નયનરમ્ય આંગી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ મૈયાની દિવ્ય આરતી ઉતારવામાં આવી હતી… જયાં મોટીસંખ્યામાં દર્શનાર્થીઓ મૈયાના દર્શનાર્થે ઉમટી પડયા હતા.


નવ દિવસીય મહોત્સવમાં કાલીકા મંદિર ખાતે મૈયાને નિતનવા વસ્ત્રો પરીધાન તેમજ અલંકારોથી આભુષિત કરવામાં આવશે તેમજ છેલ્લા 14 વર્ષથી નગરદેવીના મંદિરમાં દ્વિદિવસીય શાસ્ત્રીય તથા સુગમ સંગીત સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરા મુજબ તા. 29-03- 2023 ને બુધવારે અમદાવાદની સુપ્રસિધ્ધ સંસ્થા સપ્તકના પંડિતો તથા અન્ય ખ્યાતિપ્રાપ્ત કલાકારો દ્વારા શાસ્ત્રીય વાદન તથા ગાયનના અને નૃત્યનાટિકાના કાર્યક્રમો સાંજે 6 થી રાત્રિના 11 દરમિયાન રજૂ કરવામાં આવશે. ત્યારબાદ તા. 17-4-2024 ને માગળવારના દુર્ગાષ્ટમી ના રોજ સાંજે રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના ખ્યાતનામ કલાકારો તથા શાસ્ત્રીય નૃત્યગનાઓ દવરા યોજવાનો છે. તો તા 17-4-24ને બુધવારે રામનવમી ના રોજ પાટણ ના સ્થાનિક કલાકારો તેમજ જાણીતા સંગીતજ્ઞો દ્વારા શ્રીમાતાજી સમક્ષ અને સુગમ ગીતો રજૂ કરવામાં આવશે.આમ કાલીકામાતાજી મંદિર ખાતે આજથી આ મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે.ભક્તો માતાજી ના દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.