![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/01-1.jpg)
પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો
બનાસકાંઠા એલસીબી પોલીસે ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે પાલનપુર તાલુકા પોલીસ મથકે આર્મ એક્ટના આરોપી અમદાવાદના વટવા વિસ્તારમાં આવનાર છે જે આધારે પોલીસે તપાસ કરતા આરોપી ઝડપાઈ આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા એ નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના કરેલ જે આધારે એલ.સી.બી પોલીસ સ્ટાફના દ્વારા નાસતા-ફરતા આરોપીઓ પકડી પાડવાની ઝુંબેશ દરમ્યાન પાલનપુર તાલુકા પોલિસ મથકે આર્મ્સ એક્ટ ક.25(1)(બી)(એ) મુજબના ગુનાના નાસતા ફરતા આરોપી પંકજ નારાયણ તાંતી રહે.ફતેહપુર બેગુસરાઇ બિહાર હાલ રહે.ઇસનપુર ગેબનસા ગોવિંદવાડીની બાજુમાં,અમદાવાદ વાળાને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સ આધારે મોબાઇલ નંબર મેળવી લોકેશન આધારે અમદાવાદ વટવા ખાતેથી ઝડપી પાડ્યો હતો એલસી બી પોલીસ આગળની કાર્યવાહી ને લઈ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળ ની તપાસ હાથ ધરી છે