હવામાન નિષ્ણાંતની આગાહી, તારીખ 10 અને 11 એમ બે દિવસ સુધી રહેશે વાદળાં
ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ આગાહી વચ્ચે ખેડૂતો મુશ્કેલીઓમાં મુકાયા છે. હવામાન નિષ્ણાંત દ્વારા આવતી કાલ એટલે કે 10 અને 11 તારીખ એમ બે દિવસ સુધી વાદળછાયા વાતાવરણની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આકરી ગરમી, કમોસમી વરસાદની સંભાવનાઓ સાથે પરેશ ગોસ્વામીએ તારીખો જણાવી છે. પહેલા ગુજરાતમાં હીટવેવનો રાઉન્ડ અને તે પછી માવઠું થવાની સંભાવનાઓ હવામાન નિષ્ણાત વ્યક્ત કરી રહ્યા છે. ઊંચા તાપમાનના કારણે વાદળ બંધાવાની પ્રક્રિયા અને તે પછી માવઠું થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે.
તારીખ 10 અને 11 તારીખ દરમિયાન દોઢ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ છે. આ દરમિયાન રાજ્યના એકલ-દોકલ વિસ્તારમાં છાંટા કે છાપટું પડી શકે છે. 11મી તારીખની બપોર બાદ ફરી તાપમાન ઊંચું જવાની શક્યતાઓ છે.