![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/10/content_image_ab666d84-1729-4110-ac43-8ca26267d92c.jpeg)
વિધાનસભા પેટાચૂંટણી 7 બેઠકોના BJP ઉમેદવારો જાહેર
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પૈકી સાત બેઠકો માટેના ઉમેદવારોના નામની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી , જાહેર કરાયેલા નામોમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓને ટિકિટ આપવામાં આવી . અબડાસા બેઠક પરથી પ્રદ્યુમન સિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ગઢડા બેઠક પરથી આત્મારામ પરમારને ભાજપે ટિકિટ આપી છે. લિંબડી બેઠક માટે ભાજપે હજી ઉમેદવારના નામની ઘોષણા કરી નથી.
પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દિલ્હીમાં હતા અને હાઈકમાન્ડ સાથે ગુજરાતની 8 બેઠકોની પેટાચૂંટણી માટેના ઉમેદવારોના નામ અંગે ચર્ચા કર્યા બાદ આજે ભાજપ દ્વારા સાત બેઠકો પર પોતોના ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં મોરબીમાં બ્રિજેશ મેરજા, ધારીમાં જેવી કાકડિયા, કરજણ અક્ષય પટેલ, ડાંગમાં વિજય પટેલ, કપરાડા બેઠક પરથી જીતુ ચૌધરીને ટિકિટ આપવામાં આવી.