પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ભૂકંપના આંચકા, રીક્ટર સ્કેલ પર નોંધાઈ 3.7ની તીવ્રતા

ગુજરાત
ગુજરાત

પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ધરા ધ્રુજી ઉઠી છે. મળતી માહિતી મુજબ રાજસ્થાનના પાલીમાં મધરાત્રે 1 વાગીને 29 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.7ની માપવામાં આવી હતી. હાલ કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. આ સિવાય શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા.

ભૂકંપ શા માટે થાય છે?

હાલના સમયમાં દેશ અને દુનિયાના ઘણા વિસ્તારોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં, આપણી પૃથ્વીની અંદર 7 ટેકટોનિક પ્લેટો છે. આ પ્લેટો પોતાની જગ્યાએ સતત ફરતી રહે છે. જો કે, ક્યારેક સંઘર્ષ અથવા ઘર્ષણ થાય છે. આ કારણથી ધરતી પર ભૂકંપની ઘટનાઓ જોવા મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.