RBIની સુપ્રીમકોર્ટને અપીલ- NPA પ્રક્રિયા પરની રોક હટાવો, તેનાથી બેન્કોને નુકસાન થઇ રહ્યું છે

Business
Business

આરબીઆઈએ સુપ્રીમકોર્ટને અપીલ કરી છે કે, એનપીએની પ્રક્રિયા પર લાગેલી રોક હટાવી લેવી જોઈએ કારણ કે, તેનાથી બેન્કિંગ સિસ્ટમ પર નકારાત્મક અસર પડી રહી છે. આ સાથે આરબીઆઈનું રેગ્યુલેટરી મેન્ડેટ પણ નબળું પડી રહ્યું છે. આરબીઆઈએ એફિડેવિટ દાખલ કરીને કહ્યું છે કે, છ મહિનાથી વધુ સમય સુધી લોન મોરેટોરિયમ ઉધાર લેનારાના ક્રેડિટ વ્યવહારને અસર થઈ શકે છે. આ ઉપરાંત નિશ્ચિત હપ્તા ફરી શરૂ કરવામાં મોડું થવાથી જોખમ વધી શકે છે. તેનાથી દેવાનું અનુશાસન ખતમ થઈ શકે છે, જેનાથી નાના ઉધારકર્તા ઘણાં પ્રભાવિત થશે.

ગયા અઠવાડિયે જ સુપ્રીમકોર્ટે લોન મોરેટોરિયમ કેસમાં કેન્દ્ર અને આરબીઆઈ સહિત તમામને એક અઠવાડિયામાં જવાબ આપવાનું કહ્યું હતું. આ દરમિયાન આરબીઆઈની આ એફિડેવિટ આ‌વી છે. આ કેસમાં આગામી સુનાવણી 13 ઓક્ટોબરે છે.

બીજી તરફ, કેન્દ્રએ તાજી એફિડેવિટમાં કહ્યું છે કે, રૂ. બે કરોડ સુધીની એમએસએમઈ લોન અને પર્સનલ લોનના વ્યાજ પર વ્યાજની છૂટ મળશે, તેનાથી વધુ લોન પર રાહત શક્ય નથી.

આરબીઆઈએ એનપીએ પર રોક ખતમ કરવાનાં સૂચનને યોગ્ય ઠેરવતા એફિડેવિટમાં જુલાઈ 2015ના સર્ક્યુલરનો હવાલો આપ્યો છે. તેમાં કહેવાયું છે કે, આ સર્ક્યુલરનો હેતુ બેન્કખાતાની યોગ્ય અને નિષ્પક્ષ સ્થિતિ દર્શાવવાનો છે. જેથી ફાઈનાન્સિયલ એસેટ્સ થકી લોનધારકોના બેન્ક ખાતાની સાચી સ્થિતિની માહિતી મળે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.