ઉનાવાથી ચોરી થયેલા બાઈક સાથે એક શખ્સ વડનગરથી પોલીસે ઝડપી પાડ્યો

મહેસાણા
મહેસાણા

મહેસાણા એસઓજીની ટીમે વડનગર પંથકમાંથી ચોરીના બાઈક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આ શખ્સના મિત્રએ એક માસ અગાઉ ઉનાવા ખાતેથી બાઈકની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. જોકે હાલમાં પોલીસે સુલતાનપુરાના ઠાકોર અરવિંદ જીને ઝડપી બાઈક ચોરી કરનાર બાલાજી ઠાકોરને ઝડપવા તજવીજ આદરી છે.

મહેસાણા એસઓજી ટીમના માણસો વડનગર પોલીસ મથક હદમાં પેટ્રોલીગ પર હતા એ દરમિયાન તેઓને ખાનગી બાતમી મળી હતી કે, એક શંકાસ્પદ શખ્સ ચોરીનું બાઈક લઈ હિમાલિયા કંપની પાસેથી પસાર થઈ રહ્યો છે. પોલીસે વોચ ગોઠવી શખ્સને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન સુલતાન પુરા ગામે રહેતો ઠાકોર અરવિંદજી ઉર્ફ સોમો હોવાની જાણ તેણે કરી હતી.

સમગ્ર કેસમાં પોલીસે બાઈક અંગે પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે, આજથી બે માસ અગાઉ મારા કહેવાથી તેના ગામમાં રહેતા મિત્ર બાલાજી સરતાજી ઠાકોરે ઉનાવા ખાતે આવેલ મીરાદાતાર દરગાહ પાસેથી બપોરે બાઈક ચોરી કર્યું હતું. સમગ્ર કેસમાં પોલીસે તપાસ કરતા ઉનાવા પોલીસમાં ઝડપાયેલા બાઈક ચોરી અંગે ફરિયાદ નોંધાઇ હતી.તેમજ વધુ પૂછપરછ કરતા તેના મિત્ર એ અન્ય એક બાઈક પણ ત્યાંથી જ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે બાઈક ચોરી કરનાર શખ્સને ઝડપવા તજવીજ આદરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.