ધાનેરા તાલુકાના સરાલ તેમજ રવિયા ગામ ખાતે પ્રથમ વાર યોજાયો રક્તદાન કેમ્પ, સરાલમાં 51 રવિયામાં 60 બોટલ રક્ત એકત્રિત

બનાસકાંઠા
બનાસકાંઠા

યુવાનો અને પશુપાલકો એ કર્યું રક્તદાન ધાનેરા તાલુકા મા.આજે એક સાથે બે ગામો મા પ્રથમ વાર રક્તદાન શિબિર યોજાઇ હતી.જે રીતે યુગ ટેકનોલોજી નો બન્યો છે .તેની સાથે સાથે બીમારીઓ નું પ્રમાણ પણ વધ્યું છે.ઇમરજન્સી સમયે રક્ત ની જરૂરિયાત ઊભી થાય અને દર્દી ને સત્વરે રક્ત મળી રહે તે માટે આજે સેવાકીય કાર્ય ની શરૂઆત સરાલ ગામ માં થઈ હતી. જેમાં 51 બોટલ રક્ત એકતરીત થયું હતું

સરાલ ગામ ખાતે આવેલ દૂધ ઉત્પાદન સહકારી મંડળી ખાતે બનાસડેરી ના ઝોનલ અધિકારી નારણ ભાઈ ચૌધરી સહિત દૂધ મંડળી ના ચેરમેન મંત્રી સહિત ગ્રામજનો એ રક્તદાન શિબિર નું આયોજન ગામ મા થાય તેવી રજૂઆત બનાસડેરી ને કરતાં આજે ગલબાભાઈ નાનજી ભાઈ  ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ સરાલ ગામ ખાતે આવી પહોંચી હતી અને સવાર થીજ પશુપાલકો એ રકતના દાન ની શરૂઆત કરી હતી.પશુપાલકો ના આરોગ્ય ની ચિંતા કરી પ્રથમ વાર સરાલ ગામ માં રક્તદાન શિબિર નું આયોજન થયું હતું.જેમાં સરાલ ગામ સહિત અન્ય ગામો માથી દૂધ મંડળી ના મંત્રી ચેરમેન સહિત પશુપાલકો એ રક્તદાન કર્યું હતું.

ધાનેરા તાલુકાના રવીયા ગામ ખાતે પણ પ્રથમ વાર રક્તદાન શિબિર યોજાઈ હતી.સમસ્થ રવીયા ગામ ના યુવાનો અને વડીલો એ કોઈ અન્ય નો જીવ બચાવવા માટે ગ્રામજનો રકતવિરો બનીને પોતાના રક્ત નું દાન કરી  ઉપયોગી સેવા પૂરી પાડી છે.સૌથી વધારે કેન્સર પીડિતો અને બાળક ને જન્મ આપતી માતા ને રક્ત ની જરૂરિયાત પડતી હોય છે.અને આવા કપરા સમયે કોઈ રક્ત ની અછત ના કારણે મોત ને ના ભેટે જેને લઇ રવીયા ગામે પોતાના ગામમાં પ્રથમ વાર જરૂરિયાત મદ ની મદદ માટે રક્ત દાન ની શિબિર નું આયોજન કર્યું હતું. ખાસ કરી ને  યુવાનો મા રક્તદાન ને લઈ જાગૃતા આવે તે માટે આજે ગામ ની માધ્યમિક શાળા મા શિબિર યોજાઈ હતી યુવાનો રક્તદાન નેં લઈ પ્રેરિત થાય તેના ભાગ રૂપે ગ્રામજનો એ આયોજન કર્યું હતુ.જેમાં રબારી સમાજ ની મહિલાઓ પણ રક્તદાન માટે આગળ આવી હતી અને હોંશે હોંશે રક્તદાન કરી જન જાગૃતિ અભિયાન ને વેગ આપ્યો હતો જેમાં 60 બોટલ રક્ત એકત્રિત થયું હતું


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.