આવતીકાલે ડીસા ના કુપટ ગામે ફાગણ વદ સાતમનો શીતળા માતાજીનો લોકમેળો ભરાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

પંથક ની આગવી ઓળખ સમા લોકમેળા ને માણવા પ્રજાજનો માં અદમ્ય ઉત્સાહ

માતાજી મંદિર ટ્રસ્ટ અને ગ્રામપંચાયત મેળામાં આવતા દર્શનાર્થીઓનુ આગતાસ્વાગતા કરવા તૈયાર

ડીસા પંથક ની આગવી ઓળખ સમો ફાગણ વદ સાતમ નો શિતળા માતાજીનો મેળો આવતીકાલે સોમવાર ના રોજ  કુપટ ગામે  ભરાનાર છે જેને લઇ પંથકના લોકોમાં ઉત્સાહ સાથે થનગનાટ જોવા મળી રહ્યો છે,

શીતળા માતાજી નુ મંદિર પંથકમાં આસ્થા નુ સ્થાનક છે જ્યાં દર વર્ષે ફાગણ વદ સાતમ નો લોક મેળો ભરાતો હોય છે જેમાં ડીસા પંથક સહિત છેક પાટણ,મહેસાણા અમદાવાદ થી માઇભકતો માતાજીના દર્શને આવતા હોય છે હોળી ધુળેટી ના તહેવાર બાદ આ પંથકના પ્રજાજનો માં મેળા ની ભારે ઉત્સુકતા થી રાહ જોવાતી હોય છે ત્યારે આવતી કાલે ભરાનારા લોક મેળા ને લઇ સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ જશીબેન બકુસિહ સોલંકી તથા ડેપ્યુટી સરપંચ મધુબેન ભારતસિંહ ભટેસરિયા તથા ગ્રામ પંચાયતના સદસ્યો માતાજી ના સેવકો અને ગ્રામજનો અને યુવક મંડળ પણ મેળા માં આવતા દર્શનાર્થીઓનુ આગતાસ્વાગતા કરવા તૈયાર  છે અને મેળા માં કોઈ પ્રકારની અગવડતા ના પડે તે માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત મેળા માં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડીસા રૂરલ પોલીસ નો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

મેળામાં શાંતિ અને સુલેહ જળવાઈ રહે તે દર્શનાર્થીઓને અપીલ કરવામાં આવી: આ અંગે રખેવાળ સાથેની વાતચીતમાં સરપંચ પતિ બકુસિહ સોલંકી તથા ડેપ્યુટી સરપંચપતિ અને સામાજીક આગેવાન ભારતસિંહ ભટેસરિયા એ કહ્યું હતું કે મેળામાં આવનાર દર્શનાર્થીઓને કોઈપણ જાતની અગવડતા ન પડે તે માટે ગ્રામ પંચાયત સાથે યુવક મંડળ માતાજી ના સેવકો અને ગ્રામજનોના સાથ સહકાર સાથે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે મેળા દરમિયાન શાંતિ અને સૂલહ જળવાઈ રહે  તે માટે તમામને અપીલ કરવામાં આવી છે.

મેળા માં વિવિધ ખાણીપીણી શૃંગાર રમકડાં વગેરે સ્ટોલો સાથે ચકડોલ લાગ્યા: કુપટ મેળામાં હકડેઠઠ જનમેદની ઉમટી પડે છે જેને લઇ મેળામાં ખાણીપીણી શૃંગાર રમકડાં વગેરે સ્ટોલો સાથે ચકડોલ વગેરે માટે જગ્યા ફાળવવામાં આવી છે ત્યારે આવતીકાલે દિવસભર  લોકો મેળા નો આનંદ માણશે.

કુપટ ગામમાં છેલ્લા બે ત્રણ દિવસથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી રહી છે: ફાગણ વદ સાતમનો ભરાતો  શીતળા માતાજીના મેળા ના  આગળના ત્રણ-ચાર દિવસ અને ત્યારબાદ પાછળના ત્રણ-ચાર દિવસ લોકો બાધા આંખડી અને માનતા પૂરી કરવા માટે આવતા હોય છે જેને કારણે પાંચ છ દિવસ સુધી કુપટ ગામમાં શ્રદ્ધાઓની ભારે ભીડ જોવા મળતી હોય છે આ ઉપરાંત મેળાની રાત્રીએ ભવાઈ મંડળ દ્વારા માતાજીનો ગરબો અને ભવાઈ નો કાર્યક્રમ પણ નું આયોજન થતું હોય છે જેને પણ નિહાળવા મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.