મહેસાણા ખાતે આવેલ દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દુધના ભાવમાં વધારો કરતા પશુ પાલકોમાં ખુશીની લાગણી છવાઈ

મહેસાણા
મહેસાણા

ડેરી દ્વારા પશુપાલકોને મળતા દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો, ત્રણ જિલ્લાના 5 લાખ પશુપાલકોને થશે ફાયદો

મહેસાણા ખાતે આવેલ દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દુધના ભાવમાં વધારો કરતા પશુ પાલકોમાં ખુશીની લાગણી છવાઈ છે.ડેરીએ દુધના ભાવમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે.જેમાં હવે દુધના ભાવ કિલો ફેટે 810 થી વધારી 820 રૂપિયા કરી દેવામાં આવ્યા છે.ભાવ વધારો પ્રથમ એપ્રિલ થી લાગુ કરવામાં આવશે. દૂધસાગર ડેરી દ્વારા કરવામાં આવેલા આ ભાવવધારાનો 5 લાખ પશુપાલકોને લાભ મળશે.

મહેસાણા ખાતે આવેલ દૂધ સાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દુધના ભાવમાં વધારો કર્યો છે.દૂધસાગર ડેરીએ કિલો ફેટે 10 રૂપિયા વધારતા હવે આગામી એપ્રિલ માસથી આ નવો ભાવ લાગુ પડશે જેમાં દુધના ભાવ કિલોફેટે 810 થી વધારી 820 રૂપિયા કર્યા છે.દુધના ભાવમાં 10 રૂપિયાના વધારાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક 42 કરોડ રૂપિયાનો ફાયદો થશે. ડેરીના ચેરમેન અશોક ચૌધરીના ત્રણ વર્ષના શાસન સમયમાં દુધના ભાવમાં 13મી વખત વધારો કરાયો છે.3 વર્ષમાં 170 રૂપિયાનો વધારો થયો છે.જેમાં અશોક ચૌધરી ડેરીના ચેરમેન બન્યા એ સમય દરમ્યાન દુધના ભાવ 650 હતા જે તબક્કાવાર વધારી 820 કરાયા છે.

દૂધસાગર ડેરી દ્વારા કરવામાં આવેલા ભાવવધારોનો મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લાના કેટલાક વિસ્તારના પશુપાલકો મળી અંદાજે 5 લાખ પશુપાલકોને આ ભાવવધારોને લાભ મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.