લો બોલો: પાણીનું સેમ્પલ પણ ફેલ પાલનપુરમાં ફૂડ વિભાગે લીધેલા પાણીના સેમ્પલ ફેલ

બનાસકાંઠા
બનાસકાંઠા

રૂ.1.13 લાખનો 5664 લીટર પાણીનો જથ્થો સિઝ કરાયો: સરહદી બનાસકાંઠા જિલ્લામાં દૂધ, ઘી બાદ હવે પીવાના પાણીનું સેમ્પલ પણ ફેલ થયું છે. ફુડ વિભાગ દ્વારા અઢી માસ અગાઉ પાણીના યુનિટ માંથી લીધેલા સેમ્પલ ફેલ થતાં રૂ.1.13 લાખની કિંમતનો 5,664 લીટર પાણીનો જથ્થો સિઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ભેળસેળીયા તત્ત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

બનાસકાંઠા ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પાલનપુર આબુ હાઇવે પર આવેલી શગુન બેવરેજીસ નામની પીવાના પાણીની પેકેજીંગ બોટલ યુનિટ પર તા.10 જાન્યુઆરી 2024 ના રોજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં તપાસ દરમિયાન શંકાસ્પદ પાણીનો જથ્થો જણાતા 5,664 લીટર કિંમત રૂ. 1,13,280 નો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. તેમજ સીઝ કરેલા જથ્થામાંથી સેમ્પલો પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.

જે સેમ્પલો સબ સ્ટાન્ડર્ડ આવ્યું છે. જેથી રિપોર્ટના આધારે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા નાયબ કલેકટરની કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે અને આવનાર સમયમાં શગુન બેવરેજીસ નામના યુનિટના સંચાલક સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે ફૂડ વિભાગની કાર્યવાહીના પગલે પાણીનો વેપાર કરતાં અન્ય વેપારીઓમાં ફાફડાટ વ્યાપી જવા પામ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.