બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લાના પ્રોહીબીશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને LCB એ ઝડપી પાડ્યો
બનાસકાંઠા એલસીબી પોલીસે પાટણ અને બનાસકાંઠામાં પ્રોહીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસને મળતી બાતમી હકીકતના આધારે એલસીબી પોલીસ થરા વિસ્તારમાં પેટ્રોલની દરમિયાન બાતમી આધારે તપાસ કરતા ટીનાજી ઉર્ફ જોગાજી ઠાકોર ને ઝડપી પાડી થરા પોલીસને સોંપી આગળની તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા એલ.સી.બી પોલીસ સ્ટાફના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકત આધારે દિયોદર પોલીસ મથકે પ્રોહીકલમ 65 એઇ,116 (બી),89(2),81 મુજબ તેમજ પાટણ ચાણસ્મા પોલીસ મથકે. પ્રોહી કલમ 65 એઇ,116 (બી) મુજબના ગુનાઓના આરોપી ટીનાજી ઉર્ફ જોગાજી શંકરજી ઠાકોર રહે. થરા નંદનવન સોસાયટી કાંકરેજ વાળો હાલમાં પોતાના ઘરે હાજર છે. જે હકીકત આધારે એલસીબી પોલીસે તપાસ કરતા ટીનાજી ઉર્ફ જોગાજી ઠાકોર પોતાના ઘરે હાજર મળી આવતા C.R.P.C. કલમ 41(1)આઈ મુજબ અટક કરી આગળની કાર્યવાહીને લઈ એલસીબી પોલીસે થરા પોલીસને સોંપી આગળની તપાસ હાથ ધરી છે.